કૃતિ સેનન હંમેશા પોતાની ફેશનેબલ પસંદગીઓથી બધાને આકર્ષિત કરે છે. તેણી તેની સ્ટાઈલીસ્ટ પસંગીઓ માટે જાણીતી છે. જે તેણીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. તાજેતરમાં તેણીએ ફેન્સી ડ્રેસમાં તેના અદભૂત દેખાવથી બધાને દંગ કરી દીધા હતા. તાજેતરના ઇન્સ્ટાગ્રામ ફોટોઝમાં તે સફેદ પોશાકમાં આકર્ષક લાગે છે. તેણીએ સફેદ ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું અને કેમેરા સામે ખુશીથી પોઝ આપ્યા હતા. જેમાં તે તેજસ્વી સ્મિત કરે છે જેના પર લાખો ફેન્શના દિલ આવી ગયા છે.