સ્થાનીકોની જાગૃતતાના પગલે ઘૂસપેઠ કરી રહેલા ત્રણ પૈકી બે શખ્સો પકડાઈ ગયા : કડક કાર્યવાહીની માંગ
મોરબી પંથકમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. મોરબીમાં લોકોની જાગૃતતાના લીધે ચોરીના ઈરાદે આવેલા ત્રણ શખ્શો પૈકીના બેને લત્તાવાસીઓએ પકડી લઈને પોલીસ હવાલે કયાઁ હતા.હવે તેઓ વિરૂધ્ધ ગુનો નોંધાય છેકે પુછપરછ કરી ભગાડી મુકાય છે તે જોવું રહ્યુ !!
મોરબીના દરબાર ગઢ નજીક આવેલી મોટી માધાણી શેરી વિસ્તારમાં ગઇકાલે બપોરના સમયે ત્રણ અજાણ્યા ઈસમો વિસ્તારમાં ઘુસ્યા હતા. એક ઘરમાં વંડી ઠેકીને ચોરીના ઈરાદે ઘૂસવાનો પ્રયાસ કરતા હતા ત્યારે સ્થાનિકો જોઈ જતા હલ્લાબોલ કર્યો હતો અને ત્રણ શખ્શો પૈકી બેને દબોચી લેવાયા હતા જોકે એક ઇસમ નાસી જવામાં સફળ રહ્યો હતો જયારે બે શખ્શોને પકડી લઈને એ ડીવીઝન પોલીસને જાણ કરતા તુરંત પોલીસ દોડી આવી હતી
દિનેશ ભીલ તેમજ તુલસી ભીલને પકડીને પોલીસ મથકે લઇ જવાયા હતા આ બનાવમાં લત્તાવાસીઓએ દાખવેલી જાગૃતતાથી અસામાજિક તત્વોની કારી ફાવી ના હતી અને બંને શખ્શોને ચોરીનો પ્રયાસ ભારે પડી ગયો હતો. હાલ તો લોકોની જાગૃતતાથી ચોરી થતા અટકી છે. ત્યારે પોલીસ દ્વારા પોતાની હયાતીનું પ્રમાણ બતાવવા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવી શહેરીજનોમા માંગ ઉઠી છે.
થોડા સમય પહેલા એક પત્રકારે સિવિલ હોસ્પિટલના ચોકમાં આવેલ રામ રસ કોનઁર પાસેથી ગોંડલથી ચોરીના ઇરાદે જ આવેલ ગેંગના બાળ આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરીને ત્રણ કરોડથી વધુના ખચેઁ લગાવાયેલ સીસીટીવી કેમેરાઓમાં પકડાયેલ આરોપીની સાથે સંડોવાયેલ બે મહીલાઓ સહીત ત્રણની પોલીસને જાણકારી આપવા છતા પોલીસે આરોપીને કોઇપણ કાયઁવાહી કયાઁ વગર ભગાડી મુકયો હતો.
ત્યારે આ કિસ્સાનું પોલીસ પુનરાવર્તન ન કરે તેવી માંગ ઉઠી છે.