ત્રણ ચૂંટણી પછી પણ બાયપાસ રોડનું કોકડું ગુંચવાયેલું?
સાવરકુંડલા માં વર્ષો થી ટ્રાફિક સમસ્યાનો અંત અજુ સુધી નથી આવ્યો રોજ ની ટ્રાફિક સમસ્યા ના ના મોટા અકસ્માતો ના ભોગ બને ને ભોળી પ્રજા, તા.૨૯/૧૧/૨૦૧૯ સાંજના ૫ વાગ્યા થી નદીબજાર ટાવર પાસે એક તોતિંગ વાહન માં ફોલ્ટ આવી જતા ટ્રાફિક જામ થયો હતો ૨ કલાક થી વધુ સમય સુધી ટ્રાફિક સમસ્યા નો સામનો કરવો પડ્યો હતો અને નદી બજાર માં એક વાહને મોટર સાયકલ સવાર ને હડફેટે લેતા ના નો અકસ્માત સર્જાયો હતો અને સદનસીબે મોટી જાન હાનિ ટળી હતી અવાર નવાર આ નદીબજાર ના રસ્તા ઓ પર મોટા ફાંકા મારનારા નેતા ઓ અને મંત્રી ઓ પસાર થતા હોઈ છે રોડ રસ્તા ઓ ની હાલત કેવી છે એ પણ દેખાતી નથી માત્ર ને માત્ર વોટ માંગવાજ કાર માંથી નીચે આજી જી જી કરતા હોય છે કોઈ પણ રીતે ભોળી પ્રજા નો વોટ લઇ ગયા પછી કેમ કોઈ એ નદી બજાર ની મુલાકાત ન લીધી?પ્રજા ને શુ સમસ્યાઓ છે તે અંગે કોઈ એ રૂબરૂ આવી ને પુછ્યું ખરી? બસ માત્ર બહોળી પ્રજા ના મત ના જોરે ચૂંટાઈ ગયા પછી કારમાંથી પસાર થઈ ને કેટલાય આવી ને ગયા કોઈ પણ નેતા ઓ ચૂંટાઈ ગયા પછી કાર માંથી નીચે જ નથી ઉતર્યા જેના જાગતા ઉદાહરણો છે સવારથી સાંજ સુધીમાં હજારો તોતિંગ વાહનો ની અવરજવર રહે છે પણ અજુ સુધી બાય પાસ નું કામ ગોકુળ ગતિ એ છે કેમ? તે પ્રજાને સમજાતું નથી અને આ તસ્વીર માં જે બાઇક સવાર જ્યાં નીચે પડેલ છે તે નદીબજાર શાક માર્કેટ પાસે ચાર રસ્તા પાસે ની તસ્વીર છે એ જગ્યા પર બન્ને સાઈડ માં ઢાળ આપેલો હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માતો થાઈ છે જો કોઈ જાન હાનિ થઇ તો જવાબદાર કોણ? અને ચૂંટણી સમયે વોટ માંગવા અને મેઈન બજાર વિસ્તાર માં આવેલ હનુમાનજી ના દર્શન કરવા માત્ર ચૂંટણી સમયે જ નીકળેલા નેતા ઓ કાતો પછી પેરા શૂટ વાળા યુવા નેતા આ જગ્યા ને તાત્કાલિક ધોરણે સરખું કરી ને અહીંયા નો ખાડો બુરી ને યોગ્ય કરવા પ્રજા ઇચ્છી રહી છે.