Table of Contents

સોમવાર સુધી શહેરમાં ઠેર-ઠેર કેમ્પ યોજી દોઢ લાખ લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝનું વિતરણ કરવાનું બીડુ ઝડપયું

શહેરને સ્વાઈન ફલુની મહામારીએ ભરડો લીધો છે. દરરોજ અનેક દર્દીઓ સ્વાઈન ફલુનો ભોગ બને છે. ત્યારે આવી મહામારીને નાથવા અગમચેતી દાખવવી જ‚રી બની જાય છે જેના ભાગ‚પે નેમીનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ આપતો ડોઝ વિનામુલ્યે આપવામાં આવી રહ્યો છે.શહેરના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, પથીકાશ્રમ, જવાહર રોડ, ઠાકર લોજની સામે જયુબેલી ચોક ખાતે તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ, બાપાસીતારામ ચોક નજીક એમ બે કેમ્પ યોજાઈ ગયા. જેમાં સ્વાઈન ફલુના ડોઝ વિનામુલ્યે અપાયા હતા.સ્વાઈન ફલુની મહામારી સામે એક વર્ષ સુધી રક્ષણ આપતા આ ડોઝ લેવા માટે અનેક શહેરીજનો ઉમટી પડયા હતા. બન્ને સ્થળોએ લોકોની કતારો લાગી હતી. ડો.ચૌલાબેન લશ્કરીએ સાત વર્ષના સંશોધન બાદ તૈયાર કરેલી દવાના ડોઝની કોઈ આડઅસર નથી. આ દવા હોમિયોપેથીક આધારીત છે. આ દવાના વિતરણ માટે નેમીનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તેમજ ‘અબતક’ મીડિયા હાઉસના કેમ્પ શહેરભરમાં યોજાઈ રહ્યાં છે. આ દવા લેવાથી સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ મળશે. આજરોજ યોજાયેલા કેમ્પમાં લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડયો છે. સવારથી ડો.ચૌલાબેન અને તેમની ટીમ લોકોની સેવામાં ઓતપ્રોત છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ સ્વાઈન ફલુથી રક્ષણ આપતો ડોઝ લઈ લીધો છે.આજે બપોર બાદ બોલબાલા ટ્રસ્ટ મિલપરા મેઈન રોડ ખાતે તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ભોજલરામની વાડી, સંતકબીર રોડ ખાતે ૭ વાગ્યા સુધી સ્વાઈન ફલુ સામે રક્ષણ આપતા ડોઝનું વિતરણ થશે. બે દિવસની અંદર દોઢ લાખ લોકોને સ્વાઈન ફલુ સામે રક્ષણ આપતા ડોઝનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

આવતીકાલના કેમ્પ

*નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ રેવા-આશીષ, ૪-મહાવીરનગર સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.રમેશભાઈ ટાંક મો.૯૯૨૫૦ ૪૭૬૪૫, જયેશભાઈ પરમાર મો.૯૭૩૭૪ ૨૬૬૭૧.

*પુજીત ‚પાણી મેમોરીઅલ ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, આર.એમ.સી. ઈસ્ટ ઝોન ઓફિસની સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.ભાવીનભાઈ ભટ્ટ મો.૯૪૨૬૯ ૯૮૭૦૧, નિરદભાઈ ભટ્ટ મો.૮૧૬૦૯ ૭૧૮૦૪.

*મેટોડા જી.આઈ.ડી.સી. જી-૫૦૧, ડેકોસ ભવન, કિસાન ગેટ, મેટોડા ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક એચ.એમ.કંદેસરીયા મો.૯૮૨૫૧ ૩૩૬૬૯, વિનુભાઈ પટેલ મો.૯૯૦૪૩ ૫૦૫૦૦.

*ભારતીય જનતા પાર્ટી (રાજકોટ મહાનગર) નરેન્દ્રકુંવરબા સ્કુલ, કરણપરા ચોક, પ્રહલાદ રોડ, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક કમલેશભાઈ મિરાણી મો.૯૭૧૪૭ ૦૭૧૧૩, જીતુભાઈ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.