ભાજપ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઈ
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાજી તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો તેમજ સંગઠન મહામંત્રીઓ સાથે વૈશ્વિક મહામારી કોરોનાના અનુસંધાને પ્રવાસી મજુર, શ્રમિક વિશેષ ટ્રેન તેમજ ક્વોરેન્ટાઇન સેન્ટરના વિષય સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં ચાલી રહેલી લક્ષતને વધુ સુનિયોજિત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા જોડાયા હતા.
વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ મહામંત્રી ઓએ ગુજરાતના તમામ જિલ્લા ભાજપા પ્રમુખ સાથે સંવાદ કરી કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવી રહેલ રાહત કાર્યો તેમજ આગામી રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી.
ભાજપા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રદેશ બેઠક યોજાઇ. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો અને અપેક્ષિત આગેવાનો જોડાયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ, ભાજપા સંગઠન દ્વારા ચાલી રહેલ વિવિધ રાહતકાર્યો અંગે ચર્ચા તેમજ આગામી પરિસ્થિતિને પહોંચી વળવા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપાના કાર્યકરોએ જરૂરિયાતમંદોની સેવા અને નાગરિકોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. આ જ પ્રકારે સાવચેતી રાખીને, ફેસ કવર સેનીટાઈઝરનો ઉપયોગ કરીને, સોશિયલ ડિસ્ટન્સ તેમજ તમામ નિયમોનું પાલન કરીને આપણે સૌએ જનતાની સેવા કરવાની છે, પ્રવાસી મજૂરોને તમામ સંભવ મદદ કરવાની છે તેમજ આ મહામારીના સંક્રમણને પણ અટકાવવાનું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં પણ જનતાએ સંયમ અને સંકલ્પ સાથે સરકારને સાથ અને સહકાર આપ્યો છે, રાજ્ય સરકાર નગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સજ્જ છે, કાર્યકરોએ કરેલું સેવા કાર્ય પ્રશંસાને પાત્ર છે.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલ કોરોના સંબંધિત રાહતકાર્યની સમીક્ષા કરવા તેમજ સરળ વ્યવસ્થા ગોઠવવા તેમજ અસરકારક દેખરેખ રાખવા અને સચોટ સંદેશા વ્યવહાર માટે ટેક્નોલોજીનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે. રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે જણાવ્યું હતું કે, સંકટની આ ઘડીમાં ભાજપાના કાર્યકરોની સંગઠન શક્તિનો હકારાત્મક ઉપયોગ જનસેવાના કાર્યમાં મહત્તમ રીતે થાય અને જરૂરતમંદો સુધી જરૂરી મદદ પહોંચે તે સુનિશ્ચિત થાય.
વી.સતીશજીએ જણાવ્યું હતું કે, ભાજપાના લાખો કાર્યકર્તાઓ સોશ્યિલ હિસ્ટન્સ અને સેલ્ફહાઇજીનના પાલન સાથે સેવા કાર્યોમાં જોડાયેલા છે. વિડીયો કોન્ફરન્સ, ઓડિયો બિજ, ફેસબુક તથા અન્ય સોશ્યલ પ્લેટફોર્મના ઉપયોગ થકી આપણે કાર્યોની સમીક્ષા કરીએ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ સંકટની ઘડીમાં ભાજપનો કાર્યકર સેવા કરવા ખડેપગે હોય છે, કાર્યકર પોતાના આરોગ્યની ચિંતા કરે, રાહત કાર્ય સમયે સામાજિક અંતર જાળવે.