શહેરમાં આજી વસાહતમાં આવેલી ખોડિયારનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રીના વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી ઝેરી ગેસ ફેલાતા લોકોના શ્વાસ રુંધાયા હતા.જેમાં 10 લોકોને ઊલટી અને વધુ પડતી શ્વાસ લેવામાં તકલીફ તેમને તત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ બનાવની જાણ થોરાળા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને વસંત ઓર્નામેન્ટ કારખાનાના માલિક પણ ઘટના સ્થળે દોડી આવી ગયા હતા.જ્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા માલિકે કારખાનું ફેરવી દેવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી ઝેરી ગેસ ફેલાતા લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ
સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરતા માલિકે કારખાનું ફેરવવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો
વિગતો મુજબ ઘટનાની વાત કરીએ તો રાજકોટના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં મોડી રાત્રે અચાનક ઝેરી ગેસ લીક થવાની ઘટના બની હતી. લોકો ઘરમાં સુઇ રહ્યા હતા તે જ દરમિયાન આ ઘટના બની હતી. ઝેરી ગેસની અસરથી 10 લોકોને ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. તો અન્ય લોકોમાં પણ સામાન્ય અસર જોવા મળી હતી.અચાનક આ ઘટના બનતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. બાદમાં દેવુબેન ભરતભાઈ ચૌહાણ અને કનુબેન નાથાભાઈ ચૌહાણ નામના મહિલાની તબિયત વધુ પડતી લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તે સમયે રહેણાંક વિસ્તારમાં કારખાનું હોવાથી અનેક લોકોને ઝેરી ગેસની અસર થઇ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.જ્યારે વસંત ઓર્નામેન્ટ કારખાના સામે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી ઝેરી વાયુ નીકળતો હોવાના કારણે રહેણાંક વિસ્તારના લોકો પરેશાન થયા છે. ખોડીયાર નગર વિસ્તારમાં 100 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા સાડા ત્રણ મહિનાથી આ ફેક્ટરી શરૂ થઈ છે. ત્રણ મહિનાથી આ વિશેની રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ગઈકાલે કારખાનામાંથી ઝેરી ગેસ પ્રસર્યો હતો.
જ્યારે આ ઘટનાની જાણ થતા જ વસંત ઓર્નામેન્ટ નામના કારખાનાના ભાગીદાર કારખાનાએ દોડી આવ્યા હતા અને અહીંથી કારખાનું આજી વસાહતમાં શિફ્ટ કરી દેવાની બાહેધરી આપી તત્કાલિક કારખાનું હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ઘટના રાજકોટમાં બનવા પામી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાનો લેવાતા લોકોને તે બેદરકારી નો શિકાર બનવું પડ્યું છે.