જેટ એરવેઝ દ્વારા ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઇ ગઈ
15મી મે ના રોજ એરક્રાફ્ટમાં ઉડ્ડયન નિયમનકાર ડી.જી.સી.એ. ના અધિકારીઓ સહિત 18 લોકો સાથે ત્રણ ફ્લાઇટ્સનો પ્રથમ રાઉન્ડ કર્યો હતો. જેટ એરવેઝ દ્વારા મંગળવારે બે ફ્લાઈટ્સનો બીજો રાઉન્ડ ઓપરેટ કરવામાં આવશે તેમ નિર્દેશ થયું છે.
ડીજીસીએ આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે નવી એરલાઇનની તત્પરતા ચકાસવા માટે ફ્લાઇટ્સ દરમિયાન એરક્રાફ્ટને ડાયવર્ટ કરે છે,બીજી ફ્લાઇટ અમદાવાદમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી, અને તેના થોડા સમય પછી, ત્રીજી ફ્લાઇટ અમદાવાદ-દિલ્હી રૂટ પર ચલાવવામાં આવી હતી.
આ ત્રણ સાબિત ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાતું એરક્રાફ્ટ જેટ એરવેઝના રજીસ્ટ્રેશન નંબર વી.ટી.-એસ એક્સ ઇ સાથેનું બોઇંગ 737 પ્લેન હતું. જેટ એરવેઝે તેની સાબિત ફ્લાઇટ્સ બાબતે નિવેદન માટે પીટીઆઈની વિનંતીનો જવાબ
આપ્યો ન હતો. જેટ એરવેઝે એ.ઓ.સી. મેળવ્યા પછી 5 મેના રોજ હૈદરાબાદ અને ત્યાંથી તેની ટેસ્ટ ફ્લાઈટ કરી હતી.એરલાઈન આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ કરવાની યોજના ધરાવે છે.