દિવાળીના તહેવારોની રંગત જામી રહી છે ત્યારે દિવાળીના આનંદના પર્યાય બની રહેલાં ફટાકડા ફોડવા સામે પર્યાવરણનો પ્રશ્ર્ન ઉભો થયો છે. વાયુ અને ધ્વની પ્રદૂષણને લઇને ફટાકડાના આનંદમાં કેટલાંક નિયમોની અમલવારી ફરજીયાત બની છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને વાતાવરણમાં પ્રદૂષણને લઇને ઇક્કોફ્રેન્ડલી ફટાકડાના આવિષ્કાર સાથેસાથે ઇક્કોફ્રેન્ડલી ફટાકડાનું મહત્વ લોકોએ સ્વયંભૂ સમજવું જોઇએ. દિવાળી અને આનંદ વ્યક્ત કરવા માટે ફટાકડાની આતશબાજીની પરંપરા જૂના જમાનાથી માનવસભ્યતા સાથે વણાયેલી છે.
ભારતીય ઋષિ પરંપરા અને સનાતન ધર્મમાં હજારો વર્ષ પહેલાં પર્યાવરણ શુુદ્વિકરણનું મહત્વ હતું. પુરાણકાળમાં વાતાવરણ શુદ્વિકરણ માટે મોટાપાયે યજ્ઞની પરંપરા હતી. સાંસ્કૃતિક વિકાસ બાદ વાતાવરણના શુદ્વિકરણ માટે ગંદર્ભ, સુરાખાર, પોટાશ, લોબાન, ગુગળ જેવી નેર્સગિંક વસ્તુઓનું દહન કરવામાં આવતું હતું અને ધીરેધીરે દા-ગોળાના આવિષ્કાર પછી આતશબાજી જેવી પ્રવૃતિઓ થકી પર્યાવરણ શુદ્વિ કરવામાં આવતી હતી. દિવાળીનો તહેવાર આસો મહિનામાં ઉજવવા પાછળ ધર્મ, પરંપરાની સાથે પર્યાવરણ લઇને પણ મહત્વ રહ્યું છે.
ચોમાસાના અંતિમ દિવસોમાં વાતાવરણમાં સૂક્ષ્મ જીવો અને હાનિકારક બેક્ટેરીયાના ઉપદ્રવ અને રોગચાળાની શક્યતાને લઇને વાતાવરણ શુદ્વિકરણ જરી હોય, આતશબાજી અને દા-ગોળાના દહનથી આનંદ અને પ્રકાશની સાથેસાથે વાતાવરણમાંથી બેક્ટેરીયા દૂર કરવાના બહુ આયામ સાથે દિવાળીના તહેવારોને પ્રકાશ અને આતશબાજી સાથે સાંકળ્યા હોવાની સંભાવના રહેલી છે. આજે જે ફટાકડા પર્યાવરણ માટે જોખમી ગણવામાં આવે છે. ફટાકડાની બનાવટ રસાયણો અને કાન ફાડી નાખે એવા અવાજ પર્યાવરણ માટે નુકશાનકારક બની શકે છે. પરંતુ દિવાળીના સમયમાં કોઇપણ રીતે વાતાવરણમાં નૈસંર્ગિક રીતે દા-ખાનાનું દહન કરી વાતાવરણમાંથી બેક્ટેરીયા દૂર કરવાની થીયરી અંગે પણ વિચારવું જોઇએ.
અત્યારે ઇક્કોફ્રેન્ડલી ફટાકડાનું આગમન થઇ ચુક્યું છે ત્યારે દિવાળીના દિવસોમાં પ્રકાશ અને વાતાવરણમાં ઉર્જા માટે આપણી ફટાકડાની પરંપરા જીવંત રાખવા માટે પ્રદૂષણ ફેલાઇ તેવા ફટાકડા ન ફોડવા જોઇએ પણ ઇક્કોફ્રેન્ડલી ફટાકડાઓ સવિનય પૂર્વક ઉપયોગ કરી દિવાળીની ઉજવણીની પરંપરાનો મર્મ અને આનંદ-ઉત્સહનો અભિગમ એકસાથે જળવાઇ એવી વ્યવસ્થા નિભાવવી જોઇએ.
ભારતીય તહેવાર સંહિતા અને ઉત્સવોની ઉજવણી પાછળ માત્ર ધર્મસંસ્કૃતિ અને ‘આગે સે ચલી આતી હૈ’ ની જેમ આંધળુકીયા કરીને રિવાજ જાળવવા માટે નથી. દરેક તહેવારો પાછળ વૈજ્ઞાનિક મર્મ રહેલો હોય છે. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે ઇક્કોફ્રેન્ડલી ફટાકડાનો સ્વયંભૂ ઉપયોગ કરવો જોઇએ.