જામનગર શહેરની જ્ઞાનગંગા સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓ તથા વિસ્તારના વડીલોએ રસી લઈ રસીકરણ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસી લઇ સુરક્ષિત બને તે માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી તેમજ જનહિતમાં યોજવામાં આવેલ રસીકરણના આવા સુંદર આયોજન બદલ વિસ્તારના આગેવાનોને અભિનંદન પાઠવ્યાં હતા.

વેક્સીનેશન અંગે નાગરીકોમાં પણ વિશેષ જાગૃતિ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો વેકસીન લેવા બહોળી સંખ્યામાં રસીકરણ કેન્દ્ર ખાતે આવી પંહોચીયા હતા અને વેક્સીન લઈ પોતાને તેમજ પરિવારને કોરોના સામે રક્ષીત કર્યા હતા.

કોરોના વેકસીન લીધા બાદ જામનગરના રહેવાસી ચિરાગભાઈએ જણાવ્યું હતુ કે, આજે મે સહપરિવાર વેક્સીન લીધી છે  કોરોના પ્રતિરોધક વેક્સીન દરેકે લેવી જરૂરી છે. જે લોકો વેક્સીન લેવાથી ડરે છે તેઓએ જાગૃતિ દાખવી અચુક વેક્સીન લેવી જોઈએ પોતાના તેમજ પરિવારની જીવનરક્ષા માટે દરેકે વેક્સીન લેવી ખુબ જરૂરી છે. મારા માતાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા છે. જેમને કોઈ જ આડઅસર જણાઈ નથી તેઓની પ્રેરણાથી જ આજે મે પણ સહપરિવાર વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

Screenshot 7 16

જ્યારે અન્ય એક શહેરી મનસુખભાઈ કાનાણીએ વેક્સીન અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે, તંદુરસ્તી તેમજ જીવન સુરક્ષા માટે વેક્સીન લેવી ખુબ જરૂરી છે. આપણી જાત માટે, પરિવાર માટે તેમજ દેશ માટે થઈ તમામ રીતે સુરક્ષીત એવી આ કોરોના રસી લેવી જરૂરી છે તેમ જણાવી તમામ નાગરિકો અચુક વેક્સીન લે તેવી અપિલ કરી હતી.

આ કેમ્પમાં સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સર્વ હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, પાર્થ કોટડીયા તેમજ અશોકભાઈ ભંડેરી, ગૌતમભાઈ, અરવિંદભાઈ પીપળીયા, અર્જુનસિંહ રાઠોડ, ચિરાગભાઈ અસ્વાર, મંજુબેન પરમાર સહિતના સામાજીક આગેવાનો તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.