મેષ(Aries): બાળકો સાથે પણ થોડો સમય પસાર કરો. આજે ઉજ્જવળ ભવિષ્યના સંકેત મળી રહ્યા છે. આજે સ્નેહીજનોનો પૂરો સહયોગ મળશે. નસીબ 85 ટકા સાથ આપશે. મનમાં ઓમ નમઃ શિવાયનો મંત્રજાપ કરજો દિવસ શાંતિપૂર્વક પસાર થશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે.
વૃષભ (Taurus): આ રાશિના જાતકોએ થોડું ચલાવી લેવાનો અભિગમ આજે અપનાવવો નહિતર ઝઘડા થઈ શકે છે. મિત્રો દ્વારા બધા જ કામમાં લાભ થશે અને શત્રુઓ નબળા પડશે. આ રાશિના કાપડના વેપારીઓને આજે લાભ મળતો દેખાય છે. આજે તમારા પ્રિયજાનો સાથે મીઠાં ઝઘડા પણ થઈ શકે છે પરંતુ વાત-ચિતમાં ધ્યાન રાખવું નહિતર વાત બગડી શકે છે.
મિથુન(Gemini): આ રાશિના જાતકોએ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં નહિતર પાછળથી પાછતાવવાનો વારો આવી શકે છે. આજે તમારી તમામ સમસ્યાઓ હળવી થઈ જશે.આજના દિવસ દરમિયાન સ્નેહીજનો સાથે મતભેદ થઈ શકે છે. આજના દિવસ દરમિયાન આર્થિક વૃધ્ધિ થશે અને વધારાનું ધન પણ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોને મળી શકે છે વ્યાવસાયિક તક.
કર્ક (Cancer) : આ રાશિના જાતકોએ લીધેલા પોતાના ભૂતકાળના ખોટા નિર્ણયો માનસિક અશાંતિનું કારણ બની શકે છે. તમે પોતાને એકલા મહેસૂસ કરશો અને સાચા ખોટાનો નિર્ણય કરવામાં અસમર્થ મહેસૂસ કરશો. બેંક સાથે જોડાયેલી આર્થિક લેવડ-દેવડ કરતા સમયે ખુબજ સાવધાની રાખવી છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ આવશ્ય લો. આજે કોઈ પણ જગ્યાએ વિવાદિત મુદ્દાઓ ઉઠાવવાથી બચો. તમે ઓફિસના માહોલને સારા કામકાજના સ્તરમાં આવેલા સુધારને મહેસુસ કરશો.
સિંહ (Leo): સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા માટે પર્યાપ્ત આરામ કરો. આ રાશિના જાતકોને ખુબ જ વધારે માનસિક દબાણ વધારે થાક અને પરેશાનીનું કારણ બની શકે છે. ઉતાવળમાં રોકાણ ન કરો. નહીં તો મોટું નુકસાન નહિતર ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બીન જરૂરી ચીજો ઉપર વધારે ખર્ચ કરીને પોતાના સાથીને દુઃખી કરી શકો છો.
કન્યા (Virgo): રોજ પ્રેમમાં પડવાની તમારી આદત બદલો પોતાની જાતને કોઈ રચનાત્મક કામમાં લગાવો. બાળકો સાથે વિવાદ માનસિક દબાણનું કારણ બની શકે છે માનસિક શાંતિ માટે તમારી એમ જ બેશી રહેવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે. એ વાતની સાવધાની રાખો કે તમે કોની સાથે આર્થિક લેન-દેન કરી રહ્યા છો..
તુલા (Libra): આ રાશીની ગર્ભવતી મહિલાઓ માટે આજનો દિવસ શુભ નથી તેથી હરતા ફરતા સમયે પોતાની ખાસ ખ્યાલ રાખવાની જરૂરત છે. લાંબા સમયથી અટકેલું વળતર અને દેવું અંતે તમને મળશે. આ રાશિના જાતકોએ રોમાંસમાં પોતાના દિમાગનો ઉપયોગ કરવો કેમકે પ્રેમ હંમેશા આંધળો હોય છે. આ રાશિના દલાલો અને વ્યાવસાયીકો માટે સારો દિવસ છે. તમારા લગ્ન જીવમાં આજે વાદવિવાદ થવાની શક્યતા છે.
વૃશ્ચિક (Scorpio): બીજાની આલોચના કરવાની તમારી આદતના કારણે તમે પણ આજે આલોચનનો શિકાર થઈ શકો છો. આ રાશિના જાતકોએ ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ કરવું નુકસાન જ હાથ લાગશે. સંપત્તીને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. કાયદાકીય દખલ ફાયદામંદ નહીં રહે.
ધન (Sagittarius): આ રાશિના જાતકોને રમતો અને આઉટડોર એક્ટિવીટીમાં ભાગીદારી તમારી ખોવાયેલી ઉર્જાને ફરીથી એકઠી કરવામાં મદદરૂપ સાબિત થશે. જો તમે સૂઝ-બૂઝથી કરેલા કામ દ્વારા તમે ધન પ્રાપ્ત કરી શકો છો. તમારે તમારા પ્રિયને પોતાની હાલાત સમજાવવામાં તકલીફ મહેસૂસ થશે. કામમાં તમારી દક્ષતાની આજે પરીક્ષા થશે.
મકર (Capricorn): પરિવારના સભ્યોના સ્વાસ્થ્યથી જોડાયેલી તકલીફો તમને માનસિક પરેશાનીમાં મૂકી શકે છે. સ્વાસ્થ્ય બાબતે તમારે વધારે સાવધાની રાખવાની જરૂર છે. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીથી બહાર નીકળવામાં કામયાબ રહેશે. તમારું કામ બાજુએ રહી શકે છે.
કુંભ (Aquarius): આ રાશિના જાતકોને નિશ્ચિત રીતે નાણાંકીય સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ ખર્ચાઓમાં પણ વધારો થશે સમજી વિચારીને કરેલા ખર્ચા તમારું ધન બચાવશે. તમારો ઈર્ષાળુ સ્વભાવ ઉદાસ અને દુઃખી કરી શકે છે. આ ચોટ પોતાને પહોંચાડો છો એટલે જેટલું બને એટલું એ છોડી દો. બીજાના સુખ-દુખ વહેંચવાની આદત વિકસિત કરો. સામૂહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકો છો. પરંતુ હોશિયારીનો ઉપયોગ કરો અને ધીરજ રાખો.
મીન (Pisces): આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. તમે જૂની બીમારીમાં ખુબ જ આરામ મહેસૂસ કરશો. ખર્ચાઓમાં થયેલી અપ્રત્યાશિત વધારો તમારા મનની શાંતિનો ભંગ કરશે. ઘરનો થોડા સમયથી અટકતા કામ-કાજમાં થોડો સમય લાગશે. વ્યક્તિગત સંબંધ સંવેદનશીલ અને નાજુક રહેશે. કામ માટે સમર્પિત પ્રોફેશનલ લોકો રૂપિયા-પૈયા અને કરિયરના મોર્ચો ફાયદામંદ સાબિત થશે.