મેષ રાશિફળ (Aries): વ્યસ્તતા દિવસભર રહેશે પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢશો. જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરો. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય વિતાવશો. આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજે સુવર્ણ તક છે.
વૃષભ રાશિફળ (Taurus) : આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવને કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટાઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવી. બપોરે કામના ધસારાને લીધે તમે શારીરિક નબળાઇ અનુભવી શકો છો, જેનાથી હાથ અને પગ પર અસર થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે.
મિથુન રાશિફળ (Gemini) : રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે. રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. કોઈ પણ વ્યક્તિએ આપેલી પ્રેરણા તમારા કામમાં મદદરૂપ થશે. મનમાં ઉત્સાહ અને શરીરમાં તાજગીની અસર તમારી કાર્યક્ષમતા પર થશે. દરેક તકલીફનું સોલ્યુશન મળી જશે. સહકર્મચારીનો સાથે મળવાથી અઘરું કામ પણ સરળતાથી પૂરું થઈ જશે.
કર્ક રાશિફળ (Cancer) : ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બનશે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળશે. ઘણાં સમયથી અટવાયેલું કોઈ પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કોઈ મુશ્કેલ કાર્યોમાં નજીકના મિત્રનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. જમીનને લગતું કોઈપણ કામ સંપન્ન થઈ શકે છે. વેપારમાં જો કોઈ સાથે પાર્ટનરશિપ કરવાની યોજના બની રહી છે કો આજે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો.
સિંહ રાશિફળ (Leo) : અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. અનેકવાર ઉતાવળ અતિ ઉત્સાહથી બનતું કામ પણ ખરાબ કરી શકે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનપૂર્વક કરો
કન્યા રાશિફળ (Virgo) : મન પરેશાન થઈ શકે છે. પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો. આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો. તેમાં સફળતા પણ મળશે. વાહન ખરીદવાને લગતી યોજના બનશે. ઘરના બધા સભ્યો સાથે ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.
તુલા રાશિફળ (Libra) : આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો મળશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો. જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલા ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે. આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે,
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખશો. તમારા આહારમાં બેદરકાર ના બનો. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે. પ્રેમજીવનમાં મધુરતા રહેશે. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. કાર્યક્ષેત્રમાં તમારી આવડક અને યોગ્યતાના બળે અનેક મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થશે.
ધન રાશિફળ (Sagittarius) : ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે.
મકર રાશિફળ (Capricorn) : કૌટુંબિક ખર્ચામાં વધારો થવાને કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે.
કુંભ રાશિફળ (Aquarius) : કોઈ મોટું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો. ધંધા સંબંધિત તમામ વિવાદો આજે સરકારી અધિકારીની મદદથી ઉકેલી શકાય છે. બપોર પછી કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો, નહીંતર તમે તમારું જ નુકસાન કરી શકો છો.
મીન રાશિફળ (Pisces) : કાર્યક્ષેત્રમાં કાર્ય સમયે મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે. પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. આજે ઘરને લગતા બધા કાર્યો પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહેશો. કોઈ ખાસ વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થશે. જેથી તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થશે. ભાઈઓ સાથે ચાલી રહેલો સંપત્તિનો વિવાદ દૂર થશે.