મેષ રાશિફળ (Aries): આજનો દિવસ મિશ્રિત ફળકારક છે. મોટા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે અને તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ જાળવી રાખજો. પ્રભાવશાળી લોકોની સાથે નવા સંબંધ બનાવવાથી ભાગ્ય ચમકશે. સામજિક રીતે સન્માન મળશે. આજે દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે. જો તમે વેપારી છો, તો આજે બિનજરૂરી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે.
વૃષભ રાશિફળ (Taurus) : આજે ગ્રહોની દશા તમારા માટે અનુકૂળ જણાઈ રહી છે. કર્મ કરનારા લોકોને તત્પરતાથી લાભ થશે. સ્વજનો તરફથી સુખ પ્રાપ્ત થશે અને પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઈ શકે છે. પરંતુ, સૌથી જરૂરી છે એ વાતનું ધ્યાન રાખવું કે લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. તમારી ઉદારતા અને ભાવુકતાભર્યા સ્વભાવથી લોકો પ્રભાવિત થશે. બહારની ગતિવિધિઓ તથા મિત્રો સાથેના સંપર્ક વધારે મજબૂત કરો, તમારા માટે થોડી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે.
મિથુન રાશિફળ (Gemini) : આજે તમારે સંતાનના મામલે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. ઘરમાં લગ્નની વાત ચાલી શકે છે. નવી યોજનાઓ તરફ ધ્યાન આપજો. અચાનક લાભ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે થોડી અફવાહ ફેલાવી શકે છે. જેનો પ્રભાવ તમારા માન-સન્માન ઉપર નકારાત્મક પડશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ ડીલ કરતી સમયે પણ તેના અંગે પહેલાં યોગ્ય તપાસ કરી લેવી.
કર્ક રાશિફળ (Cancer) : આજે શત્રુઓથી બચવાનો પ્રયાસ કરજો. ઓફિસમાં કોઈ બોસ સમક્ષ તમારી ફરિયાદ કરી શકે છે. હાલના સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોને ઓફિસના લોકોના રાજકારણનો શિકાર બનવું પડી શકે છે. તમારે દરેક મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ ન કરતા. આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે.
સિંહ રાશિફળ (Leo) : આજનો દિવસ તમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો. આજે ગ્રહોની દશા જણાવી રહી છે કે આજે સમગ્ર દિવસ બીજાના કામ માટે દોડાદોડ રહેશે. તો, સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવામાં તમને આજે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કન્યા રાશિફળ (Virgo) : આજનો દિવસ મિશ્ર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સીનિયર અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. તો લગ્નજીવનમાં સરળતા જળવાઈ રહેશે. પરાક્રમમાં વધારાથી શત્રુઓનું મનોબળ તૂટશે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથીઓના આગમનથી વ્યય વધી શકે છે.
તુલા રાશિફળ (Libra) : જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. જે ઘટનાઓ તમારા મન પ્રમાણે થઈ રહી નથી તેના તરફ વધારે ધ્યાન આપવાતી તમારું ફોકસ હટી જશે. સાથે જ નિરાશા અને ચીડિયાપણું વધી શકે છે. એક જ વસ્તુને મેળવવાની જિદ્દમાં તમે અન્ય વાતોને ઇગ્નોર કરીને પોતાના માટે સમસ્યા ઊભી કરી શકો છો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) : કોઈ સ્પર્ધામાં તમારી જીત થઈ શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિથી પણ તમારું મન પ્રસન્ન રહેશે. આ દિવસોમાં તમારે તમારા વ્યક્તિત્વને નિખારવામાં વધારે મહેનત કરવાની છે. તમારી બોલચાલની રીત પણ પ્રભાવશાળી બની રહી છે. તમારા આ ગુણ તમારા આર્થિક અને વ્યવસાયિક મામલે વધારે સફળતા પ્રદાન કરશે.
ધન રાશિફળ (Sagittarius) : આજે તમારો દિવસ કોઈ ખાસ યોજનાનું પ્લાનિંગ કરવામાં પસાર થશે. એ વાત ઘર પરિવાર કે પછી ઓફિસ સાથે જોડાયેલી હોઈ શકે છે. અધિકારીવર્ગ સાથે સારું ટ્યૂનિંગ રહેશે. લોકો તમારી વાતને મહત્વ આપશે અને તમારી કાર્યયોજનાની પ્રશંસા કરશે. માત્ર વિચાર કરવાથી તમે નિરાશ અનુભવ કરશો. તમને કામ કરવા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. અત્યારનો સમય ડેડીકેશન અને સંયમ બંને વાતોની પરીક્ષા લેવાનો છે એટલે જે તમે મેળવવા ઇચ્છો છો તેના પ્રત્યે ફોકસ વધારો
મકર રાશિફળ (Capricorn) : આજે તમારા મનમાં કોઈ વાતને લઈને પહેલેથી ચાલી રહેલી મૂઝવણમાં વધારો થઈ શકે છે. આખો દિવસ કોઈ પ્રકારની મૂઝવણમાં રહેશો. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. ક્યાંક મુસાફરીનો પ્લાન બનાવીને કેન્સલ થઈ શકે છે. ઈશ્વર બધું સારા માટે જ કરે છે. ક્યારેક તમારા અંગે વધારે વિચારવું અને થોડો સ્વાર્થ રહેવાના કારણે સંબધો ખરાબ થઈ શકે છે. જો આ ગુણનો પોઝિટિવ ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.આજે પેમેન્ટ કલેક્ટ કરવા માટે દિવસ ઉત્તમ છે.
કુંભ રાશિફળ (Aquarius) : આજે ગ્રહો તમારી સાથે છે અને કોઈ ખાસ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન અચાનક પ્રાપ્ત થવાથી સમગ્ર પરિવારમાં આનંદ રહેશે. આજે બધાની મહેનત સફળ થશે. આજે તમારો વિશ્વાસ ધર્મ તેમજ આધ્યાત્મમાં વધશે. રોજબરોજના કામમાં બેદરકારી ન રાખતા. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ છે.
મીન રાશિફળ (Pisces) : ઘરની સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં પણ સમય સારો પસાર થશે. આજે ગ્રહોના શુભ પ્રભાવથી સફળતા મળશે. દિવસના ઉત્તરાર્ધમાં ધન વૃદ્ધિ થવાથી મનમાં આનંદ રહેશે. વાહન, જમીન ખરીદી અને સ્થાન પરિવર્તનના સુખદ સંયોગ પણ બની રહ્યા છે. સાંસારિક સુખ ભોગ તેમજ ઘર પરિવારના ઉપયોગની પ્રિય વસ્તુની ખરીદી થઈ શકે છે.