- 11 એપ્રિલથી ચાર દિવસ માટે યોજાશે કાર્યક્રમ: પવિત્ર શાંભવી મહામુદ્ર ક્રિયાને કરાશે પ્રસારિત
જૈમ બહારની સુખાકારીનું નિર્માણ કરવા માટેનું વિજ્ઞાન અને ટેકનોલોજી છે. તેમ આંતરીક સુખાકારી માટેનું એક આખું વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેવું સદગુરુ જગીનું કહેવું છે.
ઇનર એન્જીનીયરીંગ કાર્યક્રમ, સુખાકારી માટેના પ્રાચીન વિજ્ઞાનમાંથી ઉતરી આવેલો એક રૂપાંતરણકારી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ રાજકોટમાં 11 એપ્રિલથી ચાર દિવસ માટે યોજાશે. પ્રખ્યાત યોગી, દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા, સદગુરુ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ ઇનર એન્જીનીયરીંગ કાર્યક્રમ રાજકોટમાં યોજાશે. એક વ્યકિત માટે તેમના જીવન, તેમના કાર્ય અને આપણે જે વિશ્ર્વમાં રહીએ છીએ. તેને જોવાની રીતમાં એક અદભૂત પરિવર્તન લાવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાથી તણાવ અને ચિંતામાંથી મુકિત, ઘ્યાનમાં વધારો અને વિચારોમાં સ્પષ્ટતા તેમજ વધુ સારુ ભાવનાત્મક સંતુલન આવી શકે છે આ કાર્યક્રમમાં પવિત્ર શાંભવી મહામુદ્રા ક્રિયાને પ્રસારિત કરવામાં આવશે.
જે અપાર રૂપાંતરણકારી શકિત અને પ્રાચીનતા ધરાવતી ર1 મીનીટની ક્રિયા છે. વિશ્ર્વભરમાં લાખો લોકો જેનો અભ્યાસ કરે છે. જેથી શરીર, મન, લાગણીઓ અને ઉર્જાઓ સુમેળમાં કાર્ય કરે છે.
કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક લોકો મો. નં. 90967 48246 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ ચાર દિવસનો કાર્યક્રમ હિન્દીમાં યોજવામાં આવશે. વધુ માહીતી માટે મો. નં. 97234 32027 પર સંપર્ક કરી શકાશે.