સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકા ના ગામો પાણી માટે વલખા મારે છે. ત્યાંના હેડપમ્પો ભંગાર હાલતમાં શોભાના ગાઠીયા સમાન લાગે છે. ત્યારે લાખિયા તળાવમાં છતાં પાણીએ સરકારના વાંકે તરસ્યા રહેવાનો વારો.
સાબરકાઠાના પોશીના તાલુકાના ગામડાઓમાં જેવાકે દત્રાલ, આંબામહુડા, કાલીદેવી, લાખિયા અને પડાપાટ જેવા ગામોને પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડે છે ત્યારે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે સરકાર કોઈપણ પ્રકારનું એક્શન પ્લાન તાત્કાલિક ધોરણે કરી શક્યું નથી. આ ગામો પાણી માટે 2 થી 3 કિલોમીટર પાણી માટે રખડવું પડે છે અને જ્યા ડનકી ની વ્યવસ્થા છે ત્યાં પાણી ટીપે ટીપે આવે છે માત્ર ડનકી છે ત્યાં બધી બગડેલી અને બન્ધ હાલત મા નજરે ચડે છે.
સાબરકાંઠા ના પોશીના તાલુકો જ્યા રાજસ્થાન સરહદ ની પાસે આવેલું છે ત્યાં આજુબાજુ આદિવાસી વિસ્તાર છે અને જ્યા વિકાસ ના કામો તો હજુ બાકી છે. આ આદિવાસી માટે જે ટ્રાઇબલ ની સહાય માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફરવાઇ છે પણ નામે મીંડું હોય તેવું દેખાતું હોય તેવું લાગી રહ્યું છે.
પોશીના તાલુકાનું જે લાખિયા તળાવ છે જયાં લાખિયા સિંચાઈ યોજના હતી પણ બન્ધ છે. લાખિયા ગામ નું આ તળાવ એક કુદરતી નજારો છે અહીંયા અરવલ્લી ની ગરરીમાળા મા વચ્ચે આ તળાવ જોતા રમણીય જાણે આ પર્યટક સ્થળ બની શકે તેમ છે પણ આજુબાજુ ફોરેસ્ટ વિભાગ અને તંત્ર કોઈ આના માટે વ્યવસ્થા કરાઈ નથી. આ તળાવ બારે માસ પાણી ભરાયેલું રહે છે.
આ તળાવ નું પાણી ચોમાસામાં પાણી પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ તે વહી જાય છે આ રમણીય તળાવ તેની આજુબાજુ ની દીવાલ ઊંચી કરવામાં આવેતો આ પાણી ઉનાળા ની ગરમી મા પીવા અને વાપરવા માટે એક માત્ર સ્ત્રોત બની શકે તેમ છે.
આજુબાજુ ના લોકો ને પીવા માટે પાણી લોકોને દૂર દૂર સુધી ચાલીને લાવવું પડતું હોય છે.
લાખિયા તળાવનું પાણી ખોટું વહી જતા અટકાવવામા આવે અને તેની દીવાલ ઊંચી કરવામાં આવેતો આજુબાજુ ના ગામો જેવાકે લાખિયા, સોનગઢ, પડાપાટ, દંત્રાલ અને કાલીદેવી જેવા ગામોને પાણી માટે વલખા ન મળવા પડે અને પાણી નો ગરમીના 3 મહિના મા ઉપયોગી સાબિત થાય એમ છે.
સરકારે આ ગામો માટે પાણી પુરવઠા સિંચાઈ યોજના કરવા મા આવી હતી તે કેટલાય વર્ષોથી પડી ભાગી છે ત્યારે સરાકારના વાપરેલા રૂપિયા હાલ એરે ગયા છે જે પીવા માટે અને વાપરવા માટે અલગ અલગ જગ્યાએ પાણીના ટાકા વર્ષોથી ભરાયા નથી અને જેરીતે દેખાય છે કે જાણે લાઈનો કાંટ ખાઈ ગયેલી અને તૂટેલી લાઈનો દેખાય છે મોટા મોટા ટાકા અને જે પીવા માટે પાણી ની સ્ટેન્ડ માત્ર દેખાવ પુરતું હોય તેવું લાગી રહ્યું છે. અને જ્યા વાપરવા અને જાનવરો માટે હવાડા બનાવવા માં આવ્યા છે તે કનેશકન વગરના અને ખોટા ખર્ચ કરવા મા આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકો માટે જે વ્યવસ્થા કરી છે તે માત્ર ખર્ચ કરી પૈસા પાણી મા ગયા છે.
આ ગામના લોકોને નાવા માટે દૂર દૂર સુધી જવું પડે છે જેમાં બાળકો ને ડનકી થી પાણી ઉપયોગ કરવો પડે છે કપડા ધોવા નાવા અને જાનવરો માટે તો ભગવાન ભરોસે છોડવા પડે તેમ છે માત્ર ચાર મહિના વરસાદ ની સિઝન મા પાણી રહે છે પછી અહીંની હાલત કફોડી છે જે યુવાનોને તો થોડું પાણી એ નાવા ધોવાનું કામ પતાવવું પડતું હોય છે. જાનવરોને તો તરસ્યા મરવાનો વારો આવ્યો છે પોતાને અને જાનવરો ને પીવા માટે પાણી લાવવું મુશ્કેલ બની ગયું છે. ખેતી માટે તો વાત જ કરવી કઈ રીતે ભૂખે રહી શકાય પણ પાણી વગર ચાલશે કે કેમ? નેતા માત્ર વોટ લેવાજ આવતા હોય છે પછી આ લોકો ને મોટા મોટા વાયદા આપી છૂટી જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com