જસદણ-વિંછીયાના લાખો લોકોને માટે એકસમયે ધમધમતી સિવિલ હોસ્પિટલ હતી પરંતુ વર્ષો પહેલા આ હોસ્પિટલને સિવિલનાદરજજામાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષથી કરી નખાયું હોવાથી આટલાવર્ષોમાં હજારો દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા હોવા છતાં રાજયના રાજકીય ડીઝાઈનરોઆ હોસ્પિટલને હજુ સુધી સિવિલનો દરજજો આપી સુવિધા અપાવી શકયા નથી. જસદણની એક સમયની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને તમામ સુવિધા મળતી પણ હાલમાં માત્ર પાટાપીંડી સિવાય કંઈ થતું નથી. કોઈ અકસ્માત સર્જાય તો તેમને સીધા રાજકોટ સારવાર માટેખસેડવામાં આવે છે.
હાલ જસદણ વિધાનસભાની પેટાચુંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. બીજી બાજુ એઈમ્સની મોટી-મોટી વાતો થઈ રહી છે પણજસદણમાં દર્દીઓની હાલાકી ઓછી કરવા માટે છેલ્લા ૨૫ વર્ષમાં એક પણ નેતાએ ઉપવાસ આંદોલન કર્યું નથી કે સુવિધા આપવા કોઈપણ પ્રયાસ કર્યો નથી ત્યારે ચુંટણીને ચટણી બનાવતાનેતાઓ જસદણની સરકારી હોસ્પિટલને સિવિલનો દરજજો આપી દરેક પ્રકારના તબીબોની નિમણુકકરે એવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.