- 31st નિમિતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરી અનોખી ઉજવણી કરાશે
- 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
- યુવાનોને વ્યસન મુક્ત કરાવવા તરફ દોરવા કરાશે પ્રયત્નો
- 2000 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરીયાણાની કીટ અર્પણ કરાશે
- હનુમાનજીને 151 કિલોની કેક તેમજ 2000 કિલો ચોકલેટનો પ્રસાદ ધરાશે
સુરતના લોકો અનોખી રીતે 31stની ઉજવણી કરશે. સુરતના યુવાનોને હિન્દૂ સંસ્કૃતિ તરફ વાળવા માટે હનુમાનજીની ભવ્ય જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા આબેહૂબ સાળંગપુર મંદિર જેવી જ પ્રતિકૃતિ સુરતમાં તૈયાર કરવામાં આવી છે જેથી નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને સુરતના આંગણે સાળંગપુરના કષ્ટભંજન દેવના દર્શન થઈ શકશે. તેમજ મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા કથાના યુવાનોને વ્યસન મુક્ત કરવવા તેમજ 2000 ગંગા સ્વરૂપ બહેનોને એક વર્ષ ચાલે તેટલી અનાજ કરીયાણાની કીટ અર્પણ કરવામાં આવશે. તો 31stના રોજ કથામાં હનુમાન જન્મોત્સવમાં યુવાનો રામ ભજન પર ભક્તિના રંગમાં રંગાશે. સાથે જ 31stના રોજ હનુમાનજીને 151 કિલોની કેક તેમજ 2000 કિલો ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના લોકો અનોખી રીતે 31stની ઉજવણી કરશે. સુરતના યુવાનોને હિન્દૂ સંસ્કૃતિ તરફ વાળવા માટે હનુમાનજીની ભવ્ય જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. સુરતમાં હનુમાન ચાલીસ યુવાકથા ‘જીવન પરિવર્તનની આંધી’ના સૂત્ર હેઠળ યોજવામાં આવશે. આ યુવા કથા યુવાનોને વ્યસન મુક્ત કરવાના તેમજ 2000 ગંગા સ્વરૂપ બહેનોને એક વર્ષ ચાલે તેટલી અનાજ કરીયાણાની કીટ અર્પણ કરવામાં આવશે. તો 31stના રોજ કથામાં હનુમાન જન્મોત્સવમાં યુવાનો રામ ભજન પર ભક્તિના રંગમાં રંગાશે. સાથે જ 31stના રોજ હનુમાનજીને 151 કિલોની કેક તેમજ 2000 કિલો ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવશે.
સાળંગપુર કષ્ટભંજન દેવના દરવાજે સૌ કોઈ માથું ટેકવવા માટે જાય છે. ત્યારે સુરતમાં મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા આબેહૂબ સાળંગપુર મંદિર જેવી જ પ્રતિકૃતિ સુરતમાં તૈયાર કરવામાં આવે છે જેથી નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને સુરતના આંગણે સાળંગપુરના કષ્ટભંજન દેવના દર્શન થઈ શકશે.
જે લોકો સાળંગપુર નથી જઈ શકતા તેમને દાદા કષ્ટભંજન દેવે સુરતની ધરતી પર જ દર્શન આપી રહ્યા છે. મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા 28 ડિસેમ્બર 2024 થી 3 જાન્યુઆરી 2025 સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર ધામના હરિપ્રસાદ સ્વામી કથાનું રસપાન લોકોને કરાવશે. તો બીજી તરફ કથા નો મુખ્ય ઉદ્દેશ 2000 કરતાં વધારે સુરતની ગંગા સ્વરૂપ બહેનોને આખું વર્ષ ચાલે તેટલી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવાનો છે.
તો હનુમાન ચાલીસા કથાના પ્રારંભ સમય પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1100 જેટલી પોથી મહિલા ભક્તો પોતાના મસ્તક પર ધારણ કરશે. તો હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરતા દેવી-દેવતા તેમજ હનુમાનજી વાનરસેનાની વેશભૂષા ધારણ કરીને ભક્તો આ પોથીયાત્રામાં જોડાશે. સાથે જ કથા દરમિયાન હનુમાન જન્મોત્સવ અંતર્ગત 151 કિલોની કેક હનુમાનદાદાને ધરાવવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર સભા મંડળ ફૂલો રંગોળી તેમજ ભાતચિત્રોથી સજાવવામાં આવશે. તો સાથે જ 2000 કિલોથી વધુની ચોકલેટ પણ કષ્ટભંજન દેવને ધરાવવામાં આવશે અને સભા મંડપમાં ફટાકડા તેમજ આતિશબાજીથી દાદાના જન્મોત્સવની ઉજવણી નવા વર્ષની ઉજવણી સાથે કરવામાં આવશે.
એક તરફ લોકો વિદેશી કલ્ચરમાં આવતા 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હશે અને તે સમયે સુરતમાં હનુમાનજીનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે. કથા અંતર્ગત કષ્ટભંજન દેવને ભવ્ય ફળ ફ્રૂટ ઉત્સવ પણ યોજવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના 11 હજાર કિલોથી વધુ દેશ વિદેશના ફળો દાદાને ધરાવવામાં આવશે અને આ સ્થળો દરેક ભાવીભક્તો પોતાના શ્રદ્ધા ભાવથી પોતાના ઘરેથી જ લાવશે. તો બીજી તરફ કથા દરમિયાન પ્રતિદિન મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કથા અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન પણ યોજવામાં આવશે તેમાં હનુમાનજીની સાક્ષી હજારો યુવાનો વ્યસન મુક્તિનો સંકલ્પ લેશે.
વર્તમાન સમયમાં યુવાનો ડ્રગ સહિતના અન્યવષનો તરફ પડ્યા છે ત્યારે આ યુવાનોને સદ માર્ગે વાળવા માટે આ કથા નું આયોજન કરવામાં આવ્યું છે તથા નો મુખ્ય ઉદ્દેશ શુભેચ્છા મુક્તિનો છે યુવાનોને ભક્તિમય બનાવવાનો છે અને એટલા માટે જ 31 ડિસેમ્બરના રોજ ભવ્ય હનુમાન જન્મ મહોત્સવ સુરતમાં ઉજવાશે તેમાં ફૂલોના વરસાદ સાથે ફાયર શો અને લેસર છો પણ ઉજવવામાં આવશે તો કથા ના ગ્રાઉન્ડની કેપેસિટી 75 હજાર લોકોની છે અને જો લોકોની સંખ્યા વધે તો 10,000 જેટલા ગાદલા ટોકમાં રાખવામાં આવ્યા છે આ સાથે જ 2100 જેટલા સ્વયંસેવકો આ કથામાં નિસ્વાર્થ પણ સેવા આપશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય