પોઝિટીવ દર્દીના મોબાઇલ ટ્રેસીંગ કરી તેના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરાશે: જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી

કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, દિનપ્રતિદિન કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ   જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે અને લોકોએ સારી રીતે તહેવારને માણ્યો છે પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આ માટે ફરીથી રાજકોટ પોલીસ તા.20ને શુક્રવારથી નિયમોનો ઉલાળિયો કરનાર પર આકરી કાર્યવાહી કરશે,

કમિશનરશ્રી  અગ્રવાલ સાહેબે  કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ નંબરને સીડીઆરથી ટ્રેસિંગ કરવામાં આવશે અને તેના આધારે છેલ્લા આઠ દિવસમાં તે દર્દીના સંપર્કમાં આવનાર વ્યક્તિને શોધી કાઢી તેને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે.

આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પર પોલીસ વધુ સખત કાર્યવાહી કરશે, અગાઉના જાહેરનામા મુજબ ટુ વ્હિલર પર બે વ્યક્તિ જ મુસાફરી કરી શકશે, રિક્ષામાં ડ્રાઇવર સહિત ત્રણ, કારમાં ડ્રાઇવર સહિત ત્રણ તેમજ મોટીકારમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિ જ મુસાફરી કરશે, પોલીસ દ્વારા આ અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે, તેમજ દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર દુકાનદાર સામે પોલીસ તો કાર્યવાહી કરશે જ સાથોસાથ મહાનગરપાલિકાને પણ જાણ કરી દુકાનદાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. જે વિસ્તાર કે મકાનને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હશે તે વિસ્તારમાં રહેતા લોકોને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે.

માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે  કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિનો મોબાઇલ ટ્રેસિંગ કરી તે વ્યક્તિને અઠવાડિયા દરમિયાન મળનારને પણ ક્વોરન્ટીન કરાશે.ટુ વ્હિલર પર બેથી વધુ, કારમાં ડ્રાઇવર સહિત ત્રણથી વધુ વ્યક્તિ નહીં નીકળી શકે. દુકાનો અને મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે પોલીસ કાર્યવાહી ઉપરાંત મનપા પણ દંડ કરશે.ક્વોરન્ટીન કરનાર વ્યક્તિને સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવાશે.ક્વોરન્ટીનનો ભંગ કરનારને ફેસિલિટી ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવાશે. આ ઉપરાંત શહેર પોલીસ કમિશ્નરે લોકોને અપીલ કરી છે ગભરાવાની જરૂર નથી તંત્ર સજજ છે. વૃઘ્ધ, સગર્ભા, બિમાર લોકો અને બાળકોએ તબીબી કારણ વગર બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્ર સજજ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પ્રભારી સચિવ અને મહાપાલિકાના અધિકારો રહ્યા ઉપસ્થિત

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા કોવીડના રાજકોટ જીલ્લનાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ એહમદ, મ્યુનિ. ડે. કમિશ્નરનંદાણીયા નાયર પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવીણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજાનાઓ દ્વારા મીટીંગ યોજવામાં આવેલી અને સદરહુ મીટીંગમાં કોરોના વાયરસના સંક્રમણ ને રોકવા માટે જરુરી મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલ. શહેરની જાહેર જનતા દ્વારા લોકડાઉન તથા અનલોક-1 થી અનલોક-પ દરમ્યાન રાજકોટ શહેર પોલીસને ખુબ જ સહકાર આપેલ છે. તેજ રીતે અનલોક-6 દરમ્યાન પણ રાજકોટ શહેર પોલીસને સહકાર આપી તેમજ બીન જરુરી બહાર નહીં નીકળવા અને ઘરે રહી સ્વસ્થ સુરક્ષીત રહેવા વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ સૂત્ર ‘જબ તક દવાઇ નહીં તબ તક ઢીલાઇ નહી’ તેમજ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ સૂત્ર ‘દો ગજ કી દુરી’ની અમલવારી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોઅ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.