- હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા અને સંગોષ્ઠીનું કરાયું આયોજન: મોટી સંખ્યામાં ભાવિકો અને હિન્દુત્વ વિચારને વરેલા લોકો ઉ5સ્થિતિ રહ્યા
- અબતક સાથે કરી જગદગુરુ શંકરાચાર્યએ વિશેષ વાતચીત
છેલ્લા ઘણા સમયથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ચળવળ ચાલી રહી છે. અનેક વખત આ મુદ્દે સરકારને રજુઆત પણ કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા કારણોસર આ મુદ્દાઓને ગંભીરતાથી હાલ લેવામાં આવતો નથી. જેને ઘ્યાને લઇ અનેક સંતો આ મુહીમમાં જોડાયા છે. આ વાતને ઘ્યાને લઇ જગન્નાથ પુરીનાં જગતગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ર્વલાનંદ સરસ્વતી મહારાજ સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી રહ્યા છે. અને હિન્દુરાષ્ટ્ર બનાવવાની સામે ગૌ હત્યારાને ન બક્ષવા માટેના વિચારોને પ્રજા સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.
જગતગુરુ શંકરાચાર્ય બે દિવસ રાજકોટની મુલાકાતે આવેલા છે. અને ઇચ્છીત લોકોને તેમના દ્વારા દિક્ષા પણ આપવામાં આવી હતી. એટલું જ નહિ તેમના અઘ્યક્ષ સ્થાને હિન્દુ રાષ્ટ્ર માટે ધર્મસભા અને રાંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં ભાવિક ભકતો અને હિન્દુત્વના વિચાર સાથે જોડાયેલા છે. અનજે વરેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંગોષ્ઠિની સાથે ધર્મસભામાં જગદગુરુ શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે લોકોએ એક જુથ થવું અનિવાર્ય છે. જો એ કરવામાં લોકો સફઇ થાય તો આગામી એક દાયકામાં ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે. તેઓએ કહ્યું હતું કે સરકાર અને ન્યાય તંત્રએ પણ એ પ્રકારનાં નિયમો અને કાયદાનો બનાવવા જોઇએ. શંકરાચાર્યએ જણાવ્યું હતું , સનાતન ધર્મ એટલે સનાતક સિઘ્ધાંત જેને લોકોએ વળવું જરુરી છે. પશ્ર્ચિમ સંસ્કૃતિથી લોકોએ હવે બચવું જરુરી છે, ભારત પાસે ઘણી અજાયબીઓ છે, પરંતુ હજુ તેનો જે પ્રમાણમાં ઉપયોગ થવો જોઇએ તે થયો નથી.હિન્દુ એટલે હિંદથી લઇ ક્ધયાકુમારી સુધીનો વિસ્તાર ત્યારે ભારત વૈદિક તત્વ અનેક રીતે ઉપયોગી છે.
જેનો પુરતો પ્રચાર-પ્રસાર કરવો જરુરી છે. હાલની ર1મી સદીમાં ભારતે હિન્દુત્વ વાદને પ્રોત્સાહન આપવા માટે દરેક શકય કાર્ય કરવા જરુરી છે. તેઓએ જણાવ્યું હતું કે, પ હજાર વર્ષ જુની સભ્યતા ધરાવતા ભારવર્ષને કોઇ ઓળખાણની જરુર નથી. તેઓએ જણાવ્યું હતું કે, આ ધરતી સનાતન હિન્દુત્વનું જન્મ સ્થાન છે. તમામ મુખ્ય ધર્મની સરખામણી કરવામાં આવે તો હિન્દુઓ ભૌગોલિક રીતે સૌથી વધુ કેન્દ્રીત છે. ભારત જો હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય તો દેશમાં બિન સાંપ્રદાયિકા ચારિત્ર્ય ઉપર કોઇપણ પ્રકારનું જોખમ ઉભુ થાય તેની કોઇ શકયતા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતની નીતિ બિન સાંપ્રદાયિકતા વિરોધી છે. સારા સેકયુતર દેશની ઓળખ તો એ છે કે તેના તમામ નાગરિકોને કોઇપણ જાતના ધાર્મિકભેદભાવ વિના એક જ કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.