- સલામતી, સ્વચ્છતા, કેનેડાની રાઇન્ડ માટે જાણીતું શંકુસ વોટર પાર્ક
શંકુસ વોટર પાર્કને કોને નહિ ખબર હોય ? શંકુસનું નામ તો સાંભળ્યું જ હશે અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. અને તાપમાન પણ 45 ડીગ્રીન પાર પહોચ્યું છે. ત્યારે આવી ગર્મીમાં ઠંડક મેળવવા લોકો વોટર પાર્ક જતા હોય છે. લોકો વોટર પાર્ક જઇ ગર્મીમાં ઠંડક મેળવી વેકેશન ની મજા માણતા હોય છે. ત્યારે અમદાવાદના પાલનપુર રોડ પર આવેલા શંકુસ વોટર પાર્ક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાના બાળકોથી લઇ મોટેરાઓ શંકુસ વોટર પાર્ક જઇ મોજ-મજા કરતા હોય છે.
શંકુસ વોટર પાર્ક 11 મી નવેમ્બર 1993માં શરુ કરવામાં આવેલ છે. તે 70 વિઘામાં છે. શરુઆતથી લઇ અત્યાર સુધીમાં અનેક જગ્યાએથી લોકો વોટર પાર્કમાં ફેમીલી સાથે, મિત્ર વર્તુળ સાથે મોજ-મજા માણવા આવે છે. શંકુસ વોટર પાર્કમાં નાના બાળકો, મોટા લોકો માટે અવનવી વોટર રાઇડસમાં વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. શંકુસ વોટર પાર્કમાં ઉચ્ચ સલામતીના ધોરણો માટે જાણીતી કેનેડાની કંપની ગ્લોબલ લીડર વ્હાઇટ વોટર રાઇડસ તે હોેલેન્ડના વેન એગડોમ બીવી દ્વારા જર્મન સલામતીના ધોરણ ટીયુવીનું પાલન કરે છે. આ પાર્ક નેપ્ચ્યુન બેન્સન, સુંદર લેન્ડ સ્કેપિંગ દ્વારા સ્વચ્છ પાણીની શુઘ્ધિકરણ સિસ્ટમ માટે પ્રખ્યાત છે. તકનીકી અને સલામતી માટે શંકુસ વોટર પાર્ક દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. અહીં રાહત દરે ટિકીટ છે અને ટિકીટ સાથે સ્વાદિષ્ટ જમવાનું તથા કોસ્ચ્યુમ મળે છે.
શંકુસ વોટર પાર્ક લીલાછમ ઉષ્ણકટિબંધિય છોડ અને વૃક્ષોથી ઘેરાયેલું છે. તણાવને દુર કરવા માટે આ સ્થળ ઉત્તમ છે. અહીં મિત્રો અને પરિવારજનો સાથે મોજ-મજા કરવાથી તણાવ દુર થાય છે.
યુવાઓ માટે આ વોટર પાર્ક એ ખુબ પસંદગીનું સ્થળ છે. અહી યુવાઓ રાઇન્ડસની મજા માણવા આવે છે.
વોટર પાર્ક નેપ્ચર બેનસન, યુએસએથી સ્થાપિત ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફિલ્ટરેશન સિસ્ટમ્સ આઇકોન ગ્લોબલ પાર્ટનર્સ લિમિટેડ, યુએસએ દ્વારા પાર્કની કામગીરી ડિઝાઇન અને મોનિટર કરવામાં આવી છે.
આમ, શંકુસ વોટર પાર્ક એ ઇન્ડિયાનું સૌ પ્રથમ અને મોટું વોટર પાર્ક છે જેમાં બધી રાઇડ કેનેડાની આવેલી છે.