ઇમ્પીરયલ હાઇટસની પાછળ આવેલા ક્રિશ કોમ્પલેક્ષ ખાતે ૩ દિવસનું સ્ટ્રીટ સ્ટાઇલ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોસ્મેટીકસ, ડીઝાઇન કુર્તીઝ, હેન્ડીક્રાફટ, જવેલરી, હોમ મેડ ચોકલેટસ અને કેકસ, ફુટવેર સહીતની આઇટમોના સ્ટોલ છે.સાથે અલગ ઝોન રાખેલછે જેમ કે એજયુકેશન ઝોન, ફ્રુડ ઝોન અને બ્યુટી ઝોન રાખેલ છે.
ઓર્ગેનાઇઝર ભૂમિ રાજદેવે જણાવ્યું હતું કે પહેલી વાર આ એકિઝબીશનનું આયોજન કરેલું છે. નેગેટીવીટી અને પોઝીટીવીટી રીવ્યું આવ્યા છે. ઘણું શીખવા મળ્યું છે. લોકોનો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. એકિઝબીટર પણ ખુશ થયા છે. સાંજના સમયે ૧ મીનીટ ગેમનું આયોજન પણ રાખેલું છે.
આયોજક માનસી દોશીએ કહ્યું હતું કે હું પણ એકિઝબીશનનું આયોજન કરું તેવી ઇચ્છા હતી. આવા આયોજનમાં રીસ્ક ફેકટર છે. આગામી સમયમાં ૧૦૦ ટકા બિઝનેસ મેળવવાનો પ્લાન છે.
ઓગેનાઇઝર હિમા કોટેચાએ જણાવ્યું હતું કે તમામને પરવડે તેવા એકિઝબીશનનું આયોજન કરાયું છે.
પરફયુમના સ્ટોલના માલીક ભાવેશ કેસાણીએ કહ્યું હતું કે અમે ભારતમાં પ્રથમ વખત દુબઇની પરફયુમ બ્રાન્ડ લઇને આવ્યા છીએ.
ભકિત દેસાઇએ કહ્યું કે, બધી હેન્ડ મેડસ ચોકલેટસ છે ઘણી પ્રકારની ફલેવર છે. જેમ કે ડાયફુડ, પ્લેન, રાઇટસ બોલ્સ વાળી અને બટર સ્કોચની અલગ અલગ શેપની છે. ડીઝાઇન અને પેકીંગ છે અલગ વેરીયસેન કરેલું છે.