લખતર માં હાલ હોદા પર રહેલા સરપંચ ના ઘર પાસેની ઓડશેરી માં ઘણા દિવસ થી ગટર માં કચરો આવી ગયો હોય અને કચરો નીકળતો હોય લોકો દ્વારા સવાર ના પહોર માં પોતાની મેળે ગટર સાફ કરવાની ફરજ પડી લખતર માં ભૂગર્ભ ગટર તો ઠીક પણ ઓપન ગટર પણ નિયમિત સાફ થતી નહોય.
જાણે ગટર સાફ થતી નહોય લોકો પારાવાર ગંદકી નો સામનો કરી રહ્યા છે ત્યારે લોકો કંટાળીને પોતાની રીતે જાતે કામ કરી રહ્યા છે ત્યારે લખતર ના પત્રકારોએ કુવાની સંરક્ષણ દીવાલ જાતે બનાવવા ની સાહિ સુકાઈ નથી ત્યાં લોકો હવે ગટર હાથે સાફ કરવા લાગ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે લખતર ગ્રામ પંચાયત દ્વારા વિકાસ ના નામે કરેલ પેવર બ્લોક રોડ અને સી.સી. રોડ ટૂંક સમય માંજ તૂટવા માંડ્યા છે
લોકો કોની પાસે ફરિયાદ કરવા જાય તે સમજાતું નથી તો શું લખતર નું સરકારી તંત્ર ઘોર નિદ્રા માંથી જાગી થનાર કામ અને સફાઈ પ્રત્યે ધ્યાન આપશે કે પછી તમારે જે કરવું હોય તે અને જે છાપવું હોય તે અમારે જે કરવું હશે તેજ કરશું મત તમે આપ્યા છે હવે તમે ભોગવો નો ઘાટ સર્જાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com