રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 30 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 4.6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
જાહેરમાં કચરો ફેંકતા વધુ 30 દંડાયા: વેપારીઓ પણ સુધારતા નથી
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.2, 3, 7, 13, 14 તથા 17માં 12 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 1.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
વેસ્ટ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં 16 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3.1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઇસ્ટ ઝોનના વોર્ડ નં.4, 5, 6, 15, 16 તથા 18માં નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્રણેય ઝોનના 100 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 20.70 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 3.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ 2.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ 0.8 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.