ગુજરાતમાં તબાહી મચાવી ગયેલું ‘તાઉતે’ વાવાઝોડું કરોડોનું નુકશાન કરી ગયું છે. વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. તે દરમિયાન લોકો ફોન, પાવરબેન્ક, બત્તીઓ કે બીજી અન્ય ઇલેક્ટ્રિક વસ્તુ ચાર્જિંગ કરી શક્ય ના હતા. લોકોની સમસ્યા જોઈ દીવમાં આ બાબતનો રસ્તો કાઢવામાં આવ્યો હતો.
દીવની સરકારી ઓફિસમાં ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા. જેમાં લોકો ફોન અને પાવરબેન્ક લઈ ત્યાં ચાર્જિંગ કરવા પોહચી ગયા હતા. એક બોર્ડમાં પાંચ સાત ચાર્જિંગ કેબલ નાખી ફોન ચાર્જ કરવા લાગ્યા હતા. સરકારી ઓફિસની બહાર ‘ચાર્જિંગ પોઇન્ટ’ નું બોર્ડ લગાવામાં આવ્યું હતું.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીવના લોકો ચાર્જિંગ માટે ઓફિસ પર આવી ગયા. ત્રણ ચાર ઇલેક્ટ્રિક બોર્ડમાં ફોન અને પાવરબેન્ક ચાર્જ કરવા લાગ્યા છે. સરકારી ઓફિસની આ કામગીરીથી લોકોની ચાર્જિંગ બાબતની તકલીફમાં રાહત જોવા મળી છે.