દરિયા કાંઠાના ગામે એકપણ સરકારી દવાખાનું ન હોય લોકોને દૂર સુધી જવું પડે છે
ઉનાના દરિયાકાંઠા વિસ્તારના નાના એવા ખજૂદ્રા ગામે ધોધમાર વરસાદ પડી ગયા બાદ કાદવ- કિચડ ગંદકીનું સામ્રાજય હોય લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. ખનુદ્રા ગામે એક પણ સરકારી દવાખાનું ન હોય લોકો બિમાર પડે તો દૂર સુધી જવું પડે છે.
ઉના તાલુકાના દરિયા કિનારે આવેલા ખજૂદ્રા ગામ ની અંદર સવાર થી જ સતત વરસાદ પડી રહ્યો હતો. જેથી ગામ લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. પણ ગામ ના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા જેના કારણે ગામ લોકો ને અવર જવર માટે અનેક ગણી તકલીફો પડી હતી. જાહેર રસ્તાઓ પર પાણી ભરાવા થી ગંદકી નુ પ્રમાણ વધારે જોવા મળ્યુ હતુ. જેથી ગામ લોકો મા બીમારી નો ભય સર્જાયો હતો તાવ મેલેરિયા જાડા જેવી વગેરે બીમારી પ્રદુષણ ગંદકી ના કારણે થાય છે. ખજૂદ્રા ગામ ની અંદર ના તો કોઈ સરકારી દવાખાનુ છે કે કોઈ ડોકટર હાલ અત્યારે કોરોના લોક ડાઉન ની પરિસ્થિતિ યથાવત છે. ત્યારે નાની મોટી બીમારી ના કારણે દૂર દૂર સુધી જવુ પડે છે. ગામ ના દરેક રસ્તાઓ પર થી ગંદકી દૂર કરી ને દરેક સ્થળે દવાનો છંટકાવ કરવામા આવે તો બીમારી થી લોકો બસી સકે છે. ખજુદ્રા ગામ ની અંદર આવી અનેક પ્રકારની તકલીફો મુશ્કેલી ખાજૂદ્રા ગામ ના લોકો ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ખજૂદ્રા ગામ ની સમસ્યા દૂર થાય એવી ગામ લોકો ની અપેક્ષા માંગ છે.