વાંકાનેર શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન ના નામે સસ્તી પ્રસિદ્ધિ ખાટવા નુ તંત્ર બંધ કરે અને પ્રજાલક્ષી કાર્યો કરી વાંકાનેર શહેરની ગંદકી કચરો સાફ કરી ખરા પ્રજાના નગરસેવક અને પ્રજા હિતેચ્છુ બને જેથી વાંકાનેર શહેરમાં રહેતા લોકોના આરોગ્યનું જતન રહી શકે એક તરફ સરકાર દ્વારા વિકાસ વિકાસ ના વડાપાવ પીસાઈ રહ્યા છે.
ત્યારે વાંકાનેરમાં વિકાસના નામે મોટું હોય તેવું મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે કારણ કે વાકાનેર સરકારી હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફને સુવિધાના નામે મીંડુ નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન ઠાગાઠૈયા કરતું હોય જેથી ઠેરઠેર ગંદકી કચરો લોકોના આરોગ્ય માટે જોખમી બન્યું છે ત્યારે વાંકાનેર નગરપાલિકા ના તંત્રવાહકો અને ચૂંટાયેલા નગરસેવકો સસ્તી પ્રસિદ્ધિ ખાવાનું બંધ કરી ખરા પ્રજાલક્ષી કાર્યો કરે તે આજના સમયની લાગણી અને માંગણી છે