વોર્ડનાં કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન અપાયું
શહેરનાં વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળનાં વર્ષો જુનાં રસ્તાઓ માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે બંધ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આજે વોર્ડનાં કોંગી કોર્પોરેટર ધમિષ્ઠાબા જાડેજા અને કોંગી અગ્રણી મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં સ્થાનિક લોકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળ વિસ્તારમાં તેઓ રાજાશાહી વખતથી વસવાટ કરે છે. અહીં કેટલાક માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે દરવાજા નાખી હલાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેનાં કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ અનિશ્ર્ચિત બનાવ બને તે પહેલા તાત્કાલિક અસરથી ગેઈટ દુર કરી રસ્તા ખોલાવવા રજુઆત કરાઈ છે.