જુન- વિશ્વ યોગ દિન અંતર્ગત જેતપુર હેલીપેઇડ ગ્રાઉન્ડ તેમજ વિરપુર જલારામજી વિદ્યાલય અને જેતલસર હાઇસ્કુલ અને તાલુકાની ૧૫૦ થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં યોગદિનની યોગસાદ્યના કરી ઉજવણી કરવામાં આવી.
આજે વહેલી સવારે તાલુકા અને ગ્રામ્ય કક્ષામાં વિરપુર જલારામજી વિદ્યાલય, જેતલસર હાઇસ્કુલમાં બ્રહમકુમારી વિશ્વ વિદ્યાલયની યોગ સાદ્યક બહેનો દ્રારા ઉપસ્થિત નાગરીકો અને વિદ્યાર્થીઓને યોગસાધના કરાવી હતી.
જયારે જેતપુર ખાતે શહેરીકક્ષાના યોગદિન ઉજવણીમાં જેતપુરની ૨૫ થી વધુ માધ્યમિક શાળા, અને નાગરીકોની ઉપસ્થિતીને શ્રીશ્રી રવિશંકર યોગ સાધક ટીમના શ્રીમહેન્દ્રભાઇ તેમજ શૈલેષભાઇ વણાપરીયા અને ડો.ભુવાએ યોગના વિવિધ આસનો કરાવી યોગ સાધના કરાવી હતી.
વિશ્વ યોગદિનના આ યોગ પ્રસંગમાં પૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટ, જેતપુર નગરપાલીકા પ્રમુખ શ્રીમતી સખરેલીયા, મામલતદારશ્રી વડુકીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી બગથરીયા પોલીસ સ્ટાફ સહીતઅને સ્કુલ કન્વીનરશ્રી નૈયા સહીત મહાનુભાવો જોડાયા હતા.
યોગ દિન ઉજવણીમાં યોગ સાધનાના મહેન્દ્રભાઇ બ્રહમ કુમારી વિશ્વ વિદ્યાલય વિરપુર જલારામના કુ..જયશ્રીબેન અને કુ.શુસીલાબેન અને યોગ સાધકસાધક ડો .ભુવા તેમજ ચાંપરાજપુર કન્યા શાળામાં યોગ સાધના અનિતાબેન ડઢાણીયા દ્રારા ઉપસ્થિત ગ્રામજનો અને કન્યાઓને યોગ કરાવામાં આવેલ હતો એન.પી.સૈયાગરની સેાવાઓ પ્રાપ્ત થયેલ હતી