સરકારે પોલીસકમીઁને લોકોની સેવા માટે ખાખી વદીઁ આપી છે પોલીસનુ કામ હંમેશા લોકોની સેવા માટે દિવસ-રાત ફરજ પર હાજર અને અસામાજીક તત્વોના આતંકને ઓછો કરી શહેરમા શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાનુ કાયઁ છે. પરંતુ જ્યારે આ લોક રક્ષક ખાખી વદીઁ જ લોકોના ભષક બની જાય ત્યારે પ્રજાનુ વેણ કોણ સાંભળે? આવા અનેક કિસ્સાઓ નજરે આવ્યા છે ત્યારે વધુ એક ખાખી વદીઁને કલંક લગાવતો કિસ્સો ધ્રાગધ્રામા પણ પ્રકાશમા આવ્યો છે જેમા ધ્રાંગધ્રા સ્થાનિક પોલીસ કોટઁમા ફરજ બજાવતા પોલીસકમીઁ દ્વારા દરરોજ રાત્રીના સમયે પોતાની કાર લઇને લોકોને પજવણી કરે છે અને જેમ-તેમ ગાળો આપે છે અમુક સામાન્ય લોકો આ પોલીસકમીઁની ગુંડાગદીઁથી ડરે છે અને કેટલાક લોકો ડરતા નથી પરંતુ ખાખીવદીઁ ધારણ હોવાથી તેના સામે બાથ ભીડવામા વિચાર કરે છે.
પરંતુ આ પોલીસકમીઁ પોતાને ધ્રાંગધ્રા શહેરના સિંઘમ ઓફીસર તરીકે ગણે છે. પોતે સામાન્ય કોન્સ્ટેબલ હોવા છતા રુવાબ પીઆઇ કરતા પણ વધુ છે. આ પોલીસકમીઁ ભુલી ગયા છે કે તેઓ કોન્સ્ટેબલ છે અને કોન્સ્ટેબલને માત્ર બંદોબસ્ત કરી તેઓના અધિકારી અથવા એ.એસ.આઇના આદેશનુ પાલન કરવાનુ હોય છે જેના બદલે પોતે પીઆઇ અથવા પોલીસ અધિકારી હોય તે રીતે ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા અધિકારીની હાજરીમા પોતાનો દબદબો જમાવવા માંગે છે. હાલમાજ શ્રાવણ મહિનામા છેલ્લા પખવાડીયા દરમિયાન પોતે સીટીની હદમા પોલીસકમીઁ હોવા છતા કોંઢ ગામે સીમ વિસ્તારમા ચાલતા જુગારધામ પર ડમી દરોડો કરી કેટલાક રુપિયાનો તોડ કરેલ હતો જેની જાણ એસ.ઓ.જી ટીમને થતા તપાસનો રેલો આવ્યો હતો પરંતુ ધ્રાગધ્રા શહેરના મોભી આગેવાન દ્વારા પોતે ઉચ્ચકક્ષાએ સારા સબંધ ધરાવતા હોવાથી આવારા પોલીસકમીઁના તોડ પ્રકરણમા ભીનુ સંકેલાવ્યુ હતુ.
જ્યારે તેજ સમય દરમિયાન કોંઢ ગામના હનુભા કાનાભા નામના આધેડ પર આ પોલીસકમીઁ દ્વારા વગર વાંકે લાઠીઓ વષાઁવી હતી જેની ફરીયાદ આપવા જતા તાલુકા પોલીસે ફરીયાદ નહિ સ્વીકારતા અંતે ધ્રાગધ્રા કોટઁમા પોલીસકમીઁ વિરુધ્ધ એન.સી દાખલ થઇ હતી. આ પોલીસકમીઁને ધ્રાગધ્રા પોલીસ સ્ટેશન પગ મુક્યા માત્ર બે-ત્રણ મહિના જેટલો સમય થયો છે ત્યા તો પોતાનો દબદબો શરુ કરવાની ફીરાકમા ખુબજ ચચાઁમા રહી ગયા છે અને ધ્રાગધ્રાના સ્થાનિક લોકો પણ આ પોલીસકમીઁની પજવણીથી ત્રસ્ત બની ઉચ્ચ અધિકારીઓને આવારા પોલીસકમીઁને જીલ્લા બહાર બદલીની માંગ કરી છે.