મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નેપાળી, ઉત્તરપ્રદેશ અને દક્ષિણના રાજ્યના ગુજરાતમાં વસતા અને ગુજરાતમાં ફરવા આવેલ 1440 લોકોને મળીને ગુજરાત પ્રત્યેના વલણને લઈને સવાલ પૂછીને સર્વે હાથ ધર્યો

કોઈપણ વ્યક્તિ પોતાના સાંસ્કૃતિક વલણોથી જોડાયેલ હોય છે અને તેની અન્ય સંસ્કૃતિના લોકો વિશેની અલગ અલગ હોય છે. આ ઉદ્દેશ્ય સાથે ભવન અધ્યક્ષ ના માર્ગદર્શન નીચે બન્ને વિદ્યાર્થીનીઓએ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નેપાળી, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ના રાજ્યના ગુજરાતમાં વસતા અને ગુજરાતમાં ફરવા આવેલ 1440 લોકોને મળીને તેમને સવાલ પૂછીને સર્વે હાથ ધરેલ જેના તારણો નીચે મુજબ છે.

સર્વેના તારણો

1. ગુજરાતના લોકો તમને કેવા લાગ્યાં?

81% રાજસ્થાની, મહારાષ્ટ્રીયન અને નેપાળી ને મિલનસાર અને સરળ લાગ્યા જ્યારે 90% દક્ષિણના લોકોને અભિમાની તેમજ આક્રમક લાગ્યા.

2. શિસ્ત બાબતે ગુજરાતીઓ કેવા લાગ્યા?

60% રાજસ્થાન , મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને યુપી ના લોકોએ યોગ્ય શિસ્તવાળા ગણાવ્યા જ્યારે 91% તમિલનાડુ અને અન્ય દક્ષિણના લોકોએ કહ્યું કે શિસ્તનો થોડો અભાવ છે.

3. ચૂંટણી ફરજમાં આવેલ જવાનોને પૂછ્યું કે અહીંના લોકો સાથે ફરજ બજાવતા કેવું લાગ્યું ?

40% લોકોએ કહ્યું કે અહીંના લોકો સૂચના વાંચીને અમલ કરવા વાળા નથી, ઘણા લોકોને ખોટું અભિમાન છે. 60% એ જણાવ્યું કે લોકો મદદ કરવા વાળા છે.

4. સહકાર આપવામાં ગુજરાતીઓ કેવા લાગ્યા?

સહકાર આપવામાં 41% એ જણાવ્યું કે ગુજરાતીઓ અહેસાન દેખાડતા હોય એવો રૂઆબ દેખાડતા હોય એવું લાગે છે. જ્યારે 59% લોકોએ જણાવ્યું કે ખૂબ સહકાર ભાવના છે.

5. ગુજરાતીઓની સંસ્કૃતિ કેવી લાગી?

સંસ્કૃતિ સાચવવામાં ગુજરાતીઓ અવ્વલ છે એવું (94%) મોટાભાગના લોકોએ જણાવ્યું..

6. ગુજરાતીઓની ખાણીપીણી કેવી લાગી?

મોટાભાગના (96%,) લોકોએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા અને સ્વાદિષ્ટ ભોજન ગણાવ્યું .

7. ગુજરાત સલામતી બાબતમાં કેવું લાગ્યું ?

100% લોકોએ જણાવ્યું કે ગુજરાત સલામત છે. વિવિધ લોકોના અનુભવો

મુલાકતીઓના અનુભવ

1. રાજસ્થાન – મહારતભાઈ ગેહલોત

તેઓ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહે છે અને અહીંયા નોકરી કરે છે. તેમને ગુજરાત હવે ઘર જેવું લાગે છે. તેમના મતે અહીંના લોકો ખૂબ જ મજાકિયા સ્વભાવના અને પ્રેમાળ છે. તેમને ગુજરાતનું જમવાનું પણ ખૂબ પસંદ છે. અહીંની સંસ્કૃતિ અને લોકો વિશે પણ તેઓ ખુબજ આદર ધરાવે છે તેવું તેમની સાથે વાતચીત દરમિયાન જોવા મળ્યું.

2. મહારાષ્ટ્ર – સોબતભાઈ મુલતાની

તેઓ 3-4 વર્ષથી ગુજરાત રહે છે અને અહીં પટેલ રેસ્ટોરન્ટ માં નોકરી કરે છે. તેમને જણાવ્યું કે તેઓ સ્વભાવે થોડા અંતર્મુખી વ્યક્તિત્વ વાળા છે એટલે કે તેઓ બીજા લોકો સાથે જલ્દી થી હળીમળી શકતા નથી પરંતુ ગુજરાતમાં આવીને તેમના ઘણા મિત્રો બન્યા છે અને હવે તેઓ બધા સાથે જલ્દી હળીમળી જાય છે. ગુજરાતના ખોરાક અને રહેણીકરણી વિશે પણ તેમણે ખુમજ સારા પ્રતિભાવો આપ્યા.

3. મુંબઈ – હુસૈન

તેઓ મુંબઈથી છે અને ગુજરાતની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેમને શરૂઆતમાં અહીં અનુકૂલન સાધવામાં થોડી મુશ્કેલીઓ પડતી હતી અને હાલ 2 વર્ષ થયા છે. હવે તેમને અહીંના લોકો સાથે ખૂબ મજા આવે છે અને ઘણા મિત્રો પણ બની ગયા છે. જુદી – જુદી જગ્યાએ ફરવા જવાનો તેમને શોખ છે તેથી તેઓએ ગુજરાત ની બધી પ્રખ્યાત જગ્યાએ જઈને ત્યાંનો આનંદ માણ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.

4. સોહમ ભાઈ – રાજસ્થાન

હું છેલ્લા સાત વર્ષથી ગુજરાતમાં રહીને નોકરી કરૂ છું.જ્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે મને ખૂબ જ ડર હતો કે હું અહીંના લોકો સાથે હળી ભળી શકિશ કે નહીં. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મને અહીંના લોકોની લાગણી જોવા મળી. મને ગુજરાતીઓનું ભોજન બહુ જ ગમે છે અને અને હું અહીંના આસપાસના સ્થળોએ ફર્યો છું એનું વાતાવરણ મને બહુ જ ગમે છે. અને અહીંના નવરાત્રીના ગરબા મને બહુ ગમે છે.

5. ડેફની – નેપાળ

હું ગુજરાતના અમદાવાદ શહેરમાં રહીને આ નોકરી કરું છું. મને અહીં સંસ્કૃતિ ખૂબ જ ગમે છે. અહીંના લોકો પ્રત્યે મને દિલથી આદર છે. કારણકે અહીંના લોકો સ્વભાવે ખુબ જ સારા અને મદદગાર હોય છે. હું એકલી મારા મારી ત્રણ વર્ષની બાળકી સાથે રહું છું. અને મને અહીં સલામતીની લાગણી અનુભવાય છે. મને ગુજરાત અને ગુજરાતના લોકો બહુ જ ગમે છે.

6. ચંદ્રકાંતભાઈ – મુંબઈ

હું મુંબઈનો રહેવાસી છું. હું રોજગાર માટે થઈને ગુજરાત આવ્યો છું. શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડતી પરંતુ હું જે હોટલમા કામ કરતો હતો ત્યાંથી જાજા ગુજરતી લોકો મારા મિત્ર બન્યા અને મને સાથ સહકાર મળિયો. ત્યારબાદ આમે સાથે મળી ને અહીંના ધાર્મિક સ્થળોએ ફર્યા.હવે ગુજરત મારી પસંદગીનું રાજ્ય છે. મને અહીંના લોકો અને તેમની ધાર્મિકતા ખુબજ ગમે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.