જિલ્લા કલેકટર રેમ્યા મોહને મુસાફરી સંદર્ભે બહાર પાડયું ખાસ જાહેરનામું એસટી, રેલવે અને એરપોર્ટ તંત્રને ખાસ તકેદારી રાખવાની સુચના
અન્ય રાજયથી આવતા લોકોએ ૧૪ દિવસ સ્વનિરીક્ષણ રાખવું પડશે, લક્ષણો જણાયે તુરંત સામેથી જ આરોગ્ય તંત્રને જાણ કરવી પડશે
જીલ્લા કલેકટર રેમ્યા મોહને લોકોની મુસાફરીને લઇને ખાસ જાહેરનામું પ્રસિઘ્ધ કર્યુ છે જેમા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ તંત્રની જરુરી તકેદારીના પગલા લેવાની તાકીદ કરાઇ છે. સાથે આંતરરાજય મુસાફરી કરતા પ્રવાસીમાં કોરોનાના કોઇ લક્ષણ ન હોય તો તેઓ સીધા જ ઘરે જઇ શકશે તેમ જણાવાયું છે.
જાહેરનામામાં જણાવાયું છે કે શું કરવું અને શું ન કરવું તે અંગેની સુચનાઓ પ્રવાસ કરવાના વાહનોમાં અને શકય હોય ત્યાં ટીકીટ પર સુચનાઓ જાહેર કરવાની રહેશે, તમામ પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ્લીકેશન ઇન્સટોલ કરવા સુચવવાનું રહેશે.
બસ સ્ટેશન, એરપોર્ટ ટર્મીનલ, રેલવે સ્ટેશન પર કોરોના સામે સાવચેતી અંગેના પગલાઓની સુચનાઓ જાહેર કરવાના રહેશે., દરેક મુસાફરોના બોડીંગ પહેલા ફરજીયાત થર્મલ સ્કેનીંગ કરવાનું રહેશે. આવા સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશનના સ્ક્રીનીંગ પોઇન્ટ પર જરૂરી માહિતી આપવાની રહેશે. આ દરમિયાન લક્ષણો નહી ધરાવતા મુસાફરોને જ માત્ર હવાઇ મુસાફરી, ટ્રેન કે બસમાં મુસાફરી કરી શકશે.
પ્રવાસ દરમ્યાન માકિ, ફેસ કવર કરવાનું અને તેમને તમામ સ્વચ્છતા શિષ્ટાચારનું પાલન કરવાનું રહેશે. મુસાફરીમાં સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે., બસ સ્ટેશન્ડ, એરપોર્ટ ટર્મીનલ, રેલવે સ્ટેશન સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે અને સ્વચ્છતા માટે જરીસાબુ-સેનેટાઇઝરનીવ્યવસ્થાકરવાનીરહીશે., તમામ મુસાફરો માટે વિમાની મથક, રેલવે સ્ટેશન કે બસ ડેપોની બહાર નીકળતી વખતે થર્મલ સ્કેનીંગની વ્યવસ્થા કરવાની રહેશે.
આંતર રાજય આંતર જિલ્લા મુસાફરી કરતાં જે પ્રવાસીઓમાં કોરોનાના કોઇ જ લક્ષણો ન હોય તેવા મુસાફરો સીધા જ ઘરે જઇ શકશે, પરંતુ આવા મુસાફરોએ ૧૪ દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે અને આ દરમિયાન જો શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા કોઇ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફીસર, સરકારી કે ખાનગી આરોગ્ય કેન્દ્રને જાણ કરવાની રહેશે અથવા તો રાજય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭૫ પર સંપર્ક કરવાનો રહેશે.
કોઇ મુસાફર સીમ્પ્ટોમેટીક જણાશે તો તેમને તરત જ આઇસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવશે અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે.
જે મુસાફરને સામાન્ય અથવા તો ગંભીર લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવીડ હોસિપટલમાં દાખલ કરવામાં આવશે. જે મુસાફરોને હળવા લક્ષણો જણાશે તેમણે તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્કૃ કરવાનો રહેશે. ટેસ્ટીંગ માટે મેડિકલ ઓફીસરની સુચના તથા આઇ.સી.એમ.આર.નાં પ્રોટોકેલ મુજબ વ્યક્તિઓએ હોમ કવોરેન્ટાઇન રહેવાનું રહેશે.
આઇસોલેશનના સમયગાળા દરમિયાન આવા મુસાફરો જો પોઝીટીવ જણાશે તો તેમને કલીનીકલ પ્રોટોકોલ મુજબ રાખવામાં આવશે અને જો નેગેટીવ આવે તો તેમને ઘરે જવાની છૂટ આપવામાં આવશે અને તેઓએ ૭ દિવસ સુધી તેમના સ્વસ્થ્યનું સ્વયંમ મોનીટરીંગ કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન જો કોઇ લક્ષણ જણાય તો તેને તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફીસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજય કે રાષ્ટ્રની હેલ્પ લાઇન નં. ૧૦૪ કે ૧૦૭૫ પર સંપર્ક કરવાનો રહેશે.