જાફરાબાદ તાલુકાના ભાડા ગામના કોળી યુવાન રમેશભાઈ ડાભીને ૨૯ જુલાઈ ના રોજ નાગેશ્રી પીએસઆઈ દ્વારા ચોરીના ગુનાની શંકામાં પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ નિવેદન લીધાં વિના કે કોર્ટ ના રિમાન્ડ વગર પોલીસ કર્મીઓ દ્વારા યુવાનને ઢોર માર માર્યો હતો.

તેમજ યુવાનને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાના કારણે સૌ પ્રથમ ઉના સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ હાલમાં યુવાનને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે ગ્રામજનોનું કેહવુ હતું કે દોઢ વર્ષ પહેલાં ભાડા ગામની સગીર વયની યુવતી પર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી તે સમયે પોલીસ તંત્ર આરોપી ને પકડવામાં નિષ્ફળ નીવડી હતી અને ગામના યુવાનો દ્વારા આ આરોપી ને પકડી પોલીસ હવાલે કર્યો હતો તેનાં દુષ્કર્મ આચરનારના કુંટુંબને ગામ બહાર કાઢેલ છે

તેનાં કારણે એ લોકો આ યુવાનો પર પોતાની ઘર વખરી ચોરીના આરોપો નાખી વારંવાર હેરાન કરે છે અને ખોટા કેસો કરાવે છે આ સમગ્ર ઘટનાનાં કારણે કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા આથી ખેડૂત અગ્રણી તથા કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડા, મનુભાઈ વાજા (ટીમ્બી) જાફરાબાદ તાલુકા પંચાયત ના પ્રમુખ ભીમભાઇ કવાડ રમેશભાઈ પરમાર જગદીશભાઈ રંગપરા અજયભાઈ શિયાળ ભાણાભાઈ ગુજરીયા લાલાભાઈ શિયાળ પાચાભાઈ ધુંધળવા મેઘાભાઈ બારૈયા સહિત ના ગ્રામજનોએ જીલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અમરેલી એસ.પી. સાહેબને રૂબરૂ મળીને જવાબદાર પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.