- કોઈ કરે કે ન કરે, હું તો કરીશ જ!!!
- હું પણ મારાં ક્ષેત્રની આગમચેતી લઈ આગોતરું આયોજન કરીશ
રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના થી અનેક લોકોએ તેમના નિર્દોષ જીવ ગુમાવ્યા છે એટલું જ નહીં આ દુર્ઘટનામાં તંત્રની જવાબદારી પણ ફિક્સ થઈ છે પરંતુ જે ઘટી ગયું તે ઘટ્યું પરંતુ આવનારા સમયમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તેના માટે શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. હાલ લોકો તંત્રની બેદરકારી સહિતના અનેક ભાવ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ એવો કોઈ વ્યક્તિ સામે આવતો નથી કે જે એમ કહે કે હા આ મારી વ્યક્તિગત જવાબદારી છે અને હું મારા ક્ષેત્રમાં કોઈ પણ સંજોગે ગેરરીતી કે આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટેના પ્રયત્ન કરીશ ? અત્યારે માત્ર સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે જે કહેવામાં સારા લાગે પરંતુ તેની અમલવારી કરવી એટલી જ કપરી અને કઠિન છે. અબતક દ્વારા આ અંગે એક વિશેષ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો છે જેમાં દરેક ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો દ્વારા એ સ્વીકારવામાં આવ્યું છે કે તેમના ક્ષેત્રમાં થતી કોઈપણ કાર્યવાહી માટે તેઓ સર્વપ્રથમ જવાબદાર છે એટલું જ નહીં તેઓએ મુક્ત મને આ અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેમના ક્ષેત્રમાં અનેક એવા ફેરબદલ કરશે જેની દાતી જરૂરિયાત છે એટલું જ નહીં લોકોની સલામતી અને સુખાકારી જળવાઈ તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના લોકોએ સ્વયંભૂ જવાબદારી સ્વીકારી હતી એટલું જ નહીં તેઓએ જણાવ્યું કે કોઈ કરે કે ન કરે તેવો અચૂક એ તમામ પગલાંઓ લેશે જેનાથી તેમના ક્ષેત્રનું રક્ષણ થાય અને લોકોની સલામતી જળવાઈ.
અગ્નિકાંડ જે થયો તેને કોઈપણ રીતે ભૂલી શકાય તેમ નથી પરંતુ હવે આ ઘટનામાંથી એક વ્યવસ્થિત શીખ લેવી જરૂરી છે માત્ર લોકોએ જ નહીં પરંતુ દરેક ક્ષેત્રના તજજ્ઞોએ આ ઘટનામાંથી ઘણું શીખવાનું છે અત્યાર સુધી લોકો એકબીજાને સલાહ અને સૂચન આપતા હતા અને કોઈ ઘટના અથવા તો દુર્ઘટના ઘટે તો સામે આંગળી ચિંધી દેવામાં આવતી હતી પરંતુ આજ દિન સુધી કોઈ ક્ષેત્રમાં દુર્ઘટના ગતિ હોય તેના વડાએ જવાબદારી સ્વીકારી નથી ઊલટું અન્ય ઉપર દોષનો ટોપલો ઠાલવ્યો છે. જરૂરી વાત તો એ છે કે જ્યારે દરેક ક્ષેત્રના તજજ્ઞો પોતાની જવાબદારી સ્વીકારશે અને તે મુજબ જ કામગીરી કરવામાં આવશે તો જ આ પ્રકારની દુર્ઘટના ભૂતકાળ બની શકશે નહીંતર ઘટના નિરંતર ચાલુ રહેશે અને એકબીજા ઉપર દોષનો ટોપલો થોપવામાં આવશે. હાલ જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં નૈતિકતાપૂર્વક દરેક ક્ષેત્રના તજજ્ઞોએ પોતાની ફરજ અને જવાબદારીને સ્વીકારી છે અને એમ પણ જણાવ્યું છે કે તેમના ક્ષેત્રમાં જે પણ પ્રકારની ગેર રીતે થતી હોય છે તેના ઉપર પડદો પાડવામાં આવશે અને પૂર્ણવિરામ મુકાશે.
રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો શાળામાં આવતા વિદ્યાર્થીઓ ને લાવનાર વાન માં જે પ્રશ્નો ઊભા થયા છે તેને કઈ રીતે દૂર કરવા તે માટે હવે સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ગંભીરતા પૂર્વક વિચાર છે એટલું જ નહીં સ્વનિર્ભ શાળા સંચાલક મંડળના ડીવી મહેતાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હાલ જે દુર્ઘટના ઘટી તેનાથી દરેક ક્ષેત્રે શીખ લેવી આવશ્યક છે અને તેમના ક્ષેત્રમાં થતી જે ગેર રીતી છે તેને ડામવી જરૂરી છે. માત્ર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જ નહીં પરંતુ બિલ્ડર લોબી, તબીબી આલમ, એનજીઓ, ઉદ્યોગકારો, ક્લાસીસ સંચાલકો, રેસ્ટોરન્ટના માલિકો સહિત તમામ દ્વારા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે હું તો કરીશ જ. આ એક સુર દરેક ક્ષેત્રમાં જોવા મળે તો રાજકોટ નહીં પરંતુ ભારતભરમાં આ પ્રકારની દુર્ઘટના નહિવત થઈ જાય અને લોકોના જીવ પણ ન જાય અહીં વાત તો માત્ર એક ગેમઝોન પૂરતી જ સીમિત નથી કારણ કે એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં લોકોના જીવ જોખમી બનતા હોય છે પરંતુ નૈતિક જવાબદારી એટલે કે એકાઉન્ટેબિલિટી વગર હાલ કામ કરવામાં આવતું હોય છે ત્યારે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના દરેક ક્ષેત્રના તજજ્ઞ માટે આંખ ખોલનાર ઘટના બની છે. બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય: અક્ષર સ્કૂલના સંચાલકોએ ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કર્યું
વિદ્યાર્થીહિટ સર્વોપરી એક આવા પણ સ્કૂલ સંચાલક – રૈયા રોડ પરની અક્ષર સ્કૂલના સંચાલકે 25 લાખના ખર્ચે ઉભું કરેલુ ટેમ્પરરી સ્ટક્ચર જે મનપા મા ઇમ્પેક્ટ ફી અને ફાયર એનઓસી હોવા છતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી સ્વેચ્છા એ દુર કર્યુ. અમુક લાલચી સંચાલકો પોતાના સ્વાર્થ માટે મંજૂરીના બાહના આગળ ધરી તંત્રને પણ જવાબ નથી આપતા ત્યારે તેઓએ માનવતા દર્શાવી જોઈએ અને અક્ષર સ્કૂલના સંચાલકોની જેમ શેડ દૂર કરવા જોઈએ. આ સ્કૂલના સંચાલક વઘાસિયા અને અજય રાજાણિએ તમામ સ્કૂલ સંચાલકોને અપિલ કરી કરી કોઇ મંજૂરીઓ અને પરવાનગીઓમા પડ્યા વગર વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાને રાખી શેડ-ડોમ દૂર કરવા જોઈએ.
મારી હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની: ડો.કાર્તિક સુતરીયા (સીઆઈજીઆઈએસ હોસ્પિટલ સંચાલક)
ડોક્ટર કાર્તિક સુતરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રમાં ઘણી ખરી ગેર રીતે આચરવામાં આવતી હોય છે અને તેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ને ઘણી હેરાનગતિનો પણ સામનો કરવો પડ્યો છે ત્યારે એક જવાબદાર તબીબ તરીકે કાર્તિક સુતરીયા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી તેમની છે અને તેમના દર્દીઓ જે સારવાર અર્થે આવતા હોય તેઓને કાંઈ પણ થાય તો તે ડોક્ટર જવાબદાર હોય છે. ત્યારે અગ્નિકાંડ જેવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને હોસ્પિટલમાં પણ દર્દીની સલામતી જળવાઈ રહે તે હેતુસર જરૂરી તમામ સાધનો વિકસાવવામાં આવશે જેની ખોટ વર્તાતી હોય તે. અમે દર્દીઓએ પણ પોતાના હકને ઓળખવો અનિવાર્ય છે. જો દર્દીઓ પોતાનો હક જાણતા થશે તો તેઓ પણ ભોગ નહિ બને.
મારા દરેક પ્રોજેક્ટમાં લોકોની સલામતી જળવાઈ તે મુજબનું જ બાંધકામ થાય છે: સર્વાનંદભાઈ સોનવાણી (આર.કે.ગ્રુપ)
આર કે ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણીએ આ ઘટનાને વાખોડી હતી અને જણાવ્યું હતું કે તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યક્તિ છે ત્યારે તેમના ક્ષેત્રમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તેઓ સફાડે જાગી ઉઠ્યા છે એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે તેમના દરેક પ્રોજેક્ટમાં સર્વપ્રથમ લોકોની સલામતી ને ધ્યાને લેવામાં આવે છે અને ત્યારબાદ જ બાંધકામ શરૂ થાય છે. તેઓ ઉમેર્યું હતું કે જ્યારે લોકો પોતાના ઘરનું ઘર ખરીદવા આવતા હોય અને તેમના જે સ્વપ્નને સાકાર કરવા આવે તે સમયે તેઓએ દરેક વસ્તુની ઝીણવટ પૂર્વક તપાસ કરવી જોઈએ એટલું જ નહીં તેઓએ જવાબદારી પૂર્વક પણ સ્વીકાર્યું હતું કે દરેક બિલ્ડર હોય તેમના પ્રોજેક્ટની સાચી માહિતી લોકો સમક્ષ પહોંચાડવી જોઈએ જેથી તેમની સલામતી ન જોખમાય. તેઓએ જણાવ્યું હતું કે આર કે ગ્રુપ હર હંમેશ લોકોના દરેક પ્રશ્નોને નિવારવા માટે કટિબદ્ધ છે અને તેમની સલામતી એ જ આર.કે ગ્રુપની પ્રાથમિકતા છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળામાં ફાયર સલામતી રાખવામાં આવશે અને તેની થશે તપાસ: ડી.વી મહેતા (પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ)
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ જે ઘટના ઘટી છે તે અક્ષમ્ય છે તેને કોઈ પણ સંજોગે ભૂલી શકાય નહીં પરંતુ આ ઘટનાથી દરેક ક્ષેત્રના લોકોએ હવે સમજવાની જરૂરિયાત છે તેઓએ તેમના શાળાને અને સ્વરમાં શાળા સંચાલક મંડળને ધ્યાને લઈને જણાવ્યું હતું કે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ સાથે આવતા હોય છે અને શાળા તેમની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરી છે કે કેમ તેની હવે ચકાસણી કરવામાં આવશે જેથી આ પ્રકારની ઘટના કોઈ શાળામાં ન ઘટે એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે સ્વનિર પર શાળા સંચાલક મંડળના પ્રમુખ હોવાના કારણે તેમની પણ એટલી જ જવાબદારી ફિક્સ થાય છે સામે વિદ્યાર્થીઓની સલામતીની સાથોસાથ યોગ્ય રીતે શિક્ષણ મળી રહે તે પણ જવાબદારીનો જ એક ભાગ છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે ઘણી શાળાઓ પહોંચી ફી સાથે અભ્યાસ કરાવતી હોય છે અને જે પૂરતી સુવિધાઓ વિદ્યાર્થીઓને મળવી જોઈ તે પણ મળી શકતી નથી જેના કારણે ઘણું ખરું વિદ્યાર્થીઓએ પણ વેઠવું પડે છે. ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે, સુરક્ષાની દ્રષ્ટિએ જો તેઓને એક દિવસ સત્તા સોંપવામાં આવે તો તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કોર્સ પણ શરૂ કરાવે જેનાથી લોકોને પૂરતું જ્ઞાન મળી રહે.
એન્જિનિયરિંગ એસોસિએશનમાં સલામતીને અપાશે પ્રાધાન્ય: નરેન્દ્ર પાચાણી (પ્રમુખ, રાજકોટ એિન્જિનિયરીંગ એસો.)
એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાચાણી જણાવ્યું હતું કે રાજકોટ વિશ્વ ફલક ઉપર પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે પરંતુ એન્જિનિયરિંગ યુનિટોની જો વાત કરવામાં આવે તો ઘણા એવા યુનિટો છે કે જ્યાં પૂરતી સલામતી નો અભાવ જોવા મળે છે ત્યારે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ હોવાના નાતે તેમના દ્વારા તમામ જરૂરી પગલાઓ લેવામાં આવશે અને જવાબદારી પૂર્વક એકમોને લોકોની સલામતી જળવાઈ રહે તે માટે તૈયાર પણ કરાશે. તેમના દ્વારા જે ઘટના ઘટી તે અંગે રોશની સાથે મૃતક પરિવારો માટે સાંત્વના પણ દાખવી હતી એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ ઘટના રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશમાં ન બને તે માટે દરેક ક્ષેત્રના લોકોએ તેમની નૈતિક ફરજનું પાલન કરવું ખૂબ જરૂરી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે સલાહ સુચન સામેવાળા માટે ખૂબ સારા લાગતા હોય પરંતુ તેની યોગ્ય અમલવારી કરવી એ જરૂરી છે.
લોકોએ સ્વ જાગૃતિ કેળવવી ખાસ જરૂરી: ધર્મેશભાઇ છગ (પ્રમુખ, કોચીંગ કલાસ એસો.)
અબતક સાથેની વાતચીતમાં કોચીંગ કલાસના ઓનર્સના ફાઉન્ડર અને પ્રેસીડન્ટ ધર્મેશ છગએ જણાવ્યું હતું કે, ટી.આર.પી. દુર્ધટના હ્રદયદાયક અને સૌ કોઇના દિલને હચમચાવી નાખે એવી છે.બસ ! ભગવાનને એટલી જ પ્રાર્થના છે શોકમગ્ન પરિવારોને દુ:ખ સહન કરવાની શકિત આપેકદાચ હું કોઇ હોદ્દા પર હોય તો અતિ કડક પગલા થકી આરોપીઓને સજાની જોગવાઇ અને એ સજા સાંભળી બીજી વખત આવી ભૂન જ કરે એવી દાખલારૂપ સજા આપવી જોઇએ.દરેક વખતે સરકાર જવાબદાર નથી હોતી. સ્વ જાગૃતિ રાખવી, વેપારીઓ, માલીકોએ પણ સાવચેતી રાખવી જોઇએ.અમે અનેકવાર મીટીંગો બોલાવી છે ફાયર સાધન ન હોય તો વસાવી લેવા, અમારા એસોસિયનના ઘણા સભ્યો છે તેને કહ્યું કે ફાયર ફાયર સેફટીના સાધનો વસાવો નહીંતર સભ્યપણું રદ કરવામાં આવશે.ફાયર સ્ટેશન દ્વારા ડેમોથી ફાયર સાધનો કેવી રીતે ઓપરેટ કરવા શીખવાડયું હતું. તમામ સભ્યોને ફાયર સેફટીના સાધનો વસાવા અમે અપીલ કરી છે.જરૂર તમામ સર્ટિફીકેટ આવશે મેળવવામાં
જેથી દરેકની સલામતી જળવાઈ: અનિમેષભાઇ દેસાઇ (પ્રમુખ, ફાર્મા એસો.)
અબતક સાથેની વાતચીતમાં અનિમેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગમેઝોનની દુ:ખદ દુર્ધટનાથી ખુબ જ દુ:ખ થયું પણ એ વિચાર આવે છે કે આપણા બાળકો હોત તો શું થાત? એ ખ્યાલથી જ આત્મા ધ્રુજી જાય છે.પેટ્રોલ-ડીઝલના જથ્થાનો સંગ્રહ પણ મુખ્ય કારણ છે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. સરકાર દ્વારા સર્ટીફીકેટ આપવું તથા રેસ્ટોરન્ટ, હોટેલ્સ ગેમઝોન સહીતની જાહેર સ્થળોએ સુરક્ષા જરૂરી છે. સિલિન્ડરનો ભાવ નથી સેફટી સિલીન્ડર દરેકએ રાખવા જોઇએ. લોકોએ પણ વિચારવું જોઇએ કે જયાં ફાયર સેફટી હોય એ બધુ જાણીને જાહેર સ્થળોએ જવું જોઇએ.
દર્દી નારાયણની સલામતી એ મારી પ્રથમ પ્રાથમિકતા: ડો.પ્રતાપસિંહ ડોડીયા (સંચાલક, જીનેસીસ હોસ્પિટલ)
ડોક્ટર પ્રતાપસિંહ ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે દુર્ઘટના ઘટી તેમાં તંત્ર તો જવાબદાર છે . ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના થી લોકો બચે તે માટે દરેક ક્ષેત્રના લોકોએ તેમની જવાબદારી સ્વીકારવી પડશે અને તેના ભાગરૂપે જ જીનેસીસ હોસ્પિટલની તમામ જવાબદારી મારા શિરે છે દર્દીઓને યોગ્ય સારવાર અને પૂરતી સહુલાત મળી રહે તેની સાથો સાથ તેમની સલામતી જળવાઈ તે માટે દરેક પગલાંઓ લેવા માટે હોસ્પિટલની સાથો સાથ તબીબ પણ કટિબદ્ધ છે. હવે નો સમય સૂચનો આપવા માટેનો નહીં પરંતુ આપવામાં આવેલા સૂચનને ચરિતાર્થ કરવાનો છે અને વ્યક્તિગત જવાબદારી સ્વીકારવાનો છે.
મારી ફેક્ટરીમાં પૂરતા ફાયર ના સાધનો છે છતાં પણ હું ફેક્ટરી સલામતીને આપીશ પ્રાધાન્ય: યશ રાઠોડ (પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી)
લઘુ ભારતી ઉદ્યોગ અને રાજકોટ કિચન્સ મેન્યુફેક્ચર એસોસિએશનના યશ રાઠોડ એ રાજકોટની ઘટનાને સંપૂર્ણ વાખોડી હતી એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના પાછળ તંત્રની જવાબદારી ફિક્સ થાય છે ત્યારે તેઓએ નૈતિકતાપૂર્વક જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ અગમ્ય ઘટના ન ઘટે તે માટે તેઓ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેની સલામતી સર્વપ્રથમ રાખશે જેથી ત્યાં કામ કરતા કામદારો નો જીવ સલામત રહે. તેઓ જણાવ્યું હતું કે તેઓની ફેક્ટરીમાં પૂરતા ફાયરના સાધનો રાખવામાં આવેલા છે પરંતુ હજુ પણ ફરી વખત સમગ્ર યુનિટ ની તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂર લાગશે તો તેમાં ફેરબદલ પણ કરાશે જેથી કામદારોની સલામતી જળવાઈ રહે કારણ કે તેમની જવાબદારી ઉત્પાદન યુનિટના માલિકની છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે આ પ્રકારની ઘટના ન ઘટે તેના માટે લોકોએ પણ સાવધ રહેવું ખૂબ જરૂરી છે. તેઓ જણાવ્યું હતું કે જો તેઓને એક દિવસ સત્તા સોંપવામાં આવે તો અનેક નવા બદલાવ લાવશે જેનાથી લોકોનું ભલું થાય અને સલામતીના પગલાંઓ વધે.
ટી.આરપી. ગેમઝોનની દુર્ધટનાથી બોધપાઠ લેવો જોઇએ: ગુણવંત ડેલાવાળા (પ્રમુખ, સરગમ કલબ)
અબતક સાથેના વાતચીતમાં સરગમ કલબ પ્રમુખ ગુણવંત ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ દુર્ધટનાથી ખુબ જ દુ:ખ થયું આવી કરૂણાંતિત ઘટનાથી સંડોવાયેલા પર યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.મોલ, થિયેટર, રેસ્ટોરન્ટના માલીકોએ પણ તકેદારી રાખવી જોઇએ. ભવિષ્યમાં આવી દુર્ધટના ન ઉદ્દભવે એ માટે સાવચેતી રાખવી, વાલીઓએ પણ તકેદારી રાખવી બાળકોને અસુરક્ષિત જગ્યાએ જવા દેવા ન જોઇએ. જાહેર સ્થળોએ વારં વાર ચેકીંગ હાથ ધરવું અને આ દુર્ધટનાથી હવે બોધપાઠ લેવાનો સમય છે.
રેસ્ટોરન્ટમાં પુરતી સલામતી રખાશે અને અન્યને પણ કરાશે પ્રેરિત: મેહુલભાઇ (સંચાલક, મેહુલ્સ કિચન)
અબતક સાથેની વાતચીતમાં મેહુલ રેસ્ટોરન્ટના માલીક મેહુલભાઇએ જણાવ્યું હતું કે આ ઘટના ખરેખર ખુબ જ માનસિક મુંઝવણમાં નાખે એવી છે પરંતુ મને વિશ્ર્વાસ છે કે, આપણી અદાલત યોગ્ય ન્યાય કરશે.એવું નથી કે, માત્ર માલીકોએ જ સાવચેતી રાખવી પરંતુ ગ્રાહકોએ એમ બન્ને પક્ષોએ ઘ્યાન રાખવું જોઇએ.ગમે તે સ્થળે જતાં પહેલા ઇમરજન્સી એકઝીટ કયાં છે ? તે જાણવું જોઇએ એવું નથી કે આવી જ ઘટના વારંવાર ઘટે કયારેક તો આતંક હુમલા જેવી ઘટના બને ત્યારે પણ એ ઉપયોગમાં આવે છે.પોતાની જાતે જવાબદાર બનવું જોઇએ અને નિયમોનું પાલન કરવું જોઇએ. જેથી આવી દુર્ધટના ભવિષ્યમાં બને નહી એ માટે યોગ્ય પગલાં લેવા જોઇએ.
આરોગ્ય વિભાગની કામગીરીને ઝડપી બનાવવા અને ગેરરીતી અટકાવવા માટે નક્કર પગલા આવશે લેવામાં: ડો.જયેશ વાકાણી (આરોગ્ય અધિકારી, મનપા)
રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ આરોગ્ય વિભાગ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ માટે ઘણી ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ભવિષ્યમાં આરોગ્ય વિભાગ ઉપર આંગળી ચીંધવામાં ન આવે તે માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે એટલું જ નહીં હાલ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ને ધ્યાને લઈ આવનારા દિવસોમાં રાજકોટમાં લેબોરેટરી ઊભી કરવામાં આવે જેથી નમુનાને વડોદરા એટલે કે સરકારી લેબમાં ન મોકલવા પડે તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે વડોદરા ખાતે મોકલવામાં આવેલા નમુના ભરાવાના કારણે જે રિપોર્ટ મળવો જોઈએ તે મળી શકતો નથી ત્યારે મુખ્ય આરોગ્ય અધિકારી હોવાના કારણે તેમની જવાબદારી છે કે આરોગ્ય વિભાગનું કામ વધુ સરળ બને અને ગેરરીતિ આચરનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે.