બોરના પીવાના પાણીમાં પણ દૂષિત પાણી આવવાથી રોગચાળાની ભીતિ

ઈડર તાલુકાના બડોલી ગ્રામ પંચાયતના બુઢીયા ગામમા આવેલ ઠાકોરવાસ અને દેવીપુજક વાસમા છેલ્લા કેટલાય સમયથી ગંદકીએ માઝા મુકી છે.

સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે પીવાના પાણી માટે અલગથી બોર કરેલ છે જ્યારે બુઢીયા ગામનુ ખરાબ અને ગાય-ભેંસના મળમુત્ર વાળુ પાણી જવા માટે ગટર પણ મુકાયેલી છે પરંતુ કેટલાય સમયથી આ ગટર ઉપરના ભાગે લીકેજ થવાના કારણે ખરાબ ગંદકી વાળુ પાણી ખુલ્લામા વહી રહ્યુ છે જેના કારણે દુષિત પાણીની નદી જતી હોય તેમ લાગી રહ્યુ છે તેમજ ખરાબ પાણી ભરાવાના કારણે બોરમાથી પીવાના પાણીમા પણ દૂષિત પાણી ભળી રહ્યુ છે ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે.

WhatsApp Image 2019 07 03 at 3.22.55 PM 1રાત્રિના સમયે ગરમીમા પણ બહાર સુવુ ખૂબ જ મુશ્કેલ બની રહ્યુ છે.સ્થાનિકો દ્વારા રજીસ્ટર એ.ડી. દ્વારા આ બાબતે અરજી આપી બડોલી પંચાયત , પ્રાંત કચેરી ઇડર , તાલુકા વિકાસ અધિકારી ઇડર , જિલ્લા વિકાસ અધિકારી હિંમતનગર , કલેકટર શ્રી હિંમતનગર , આરોગ્ય વિભાગ કડિયાદરા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેવાસ , મેડિકલ ઓફિસર સિવિલ ઈડર ખાતે જાણ કરવામા આવી છે.

તેમજ મૌખિક રજૂઆત બડોલી પંચાયતમા કેટલીય વાર કરવા છતાં તંત્ર કે પંચાયત દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે આવનાર સમયમા ચોમાસુ આવતુ હોવાથી આવી ગંદકીમા મચ્છરનો ઉપદ્રવ વધી રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા રહેલી હોય છતાં તંત્રની નિષ્ક્રિયતાથી પ્રશ્ન ઊભો થાય કે ઈડર અને સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રને જિલ્લાની જનતાના આરોગ્યની કોઈ પડી જ ના હોય એમ લાગી રહ્યુ છે આટલી લેખિત અને મૌખિક રજૂઆતો પછી પણ તંત્ર દ્બારા યોગ્ય કાર્યવાહી કરવામા આવી નથી.સ્થાનિક લોકો દ્વારા તંત્ર જલ્દીમા જલ્દી ગંદકી દૂર કરી લોકોને શુદ્ધ પીવાનુ પાણી મળે તે માટે સત્વરે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.