હાલ લોકોને નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ ૨૦૧૫ના પુરપ્રલય બાદ જમીનનું લેવલ ઉંચુ આવ્યું ત્યારબાદ કરોડો ‚પિયા ખર્ચી ભુગર્ભ ગટર યોજનાના પાઈપો ફીટ કર્યા જેના કારણે જમીનનું લેવલ થોડુ વધારે ઉંચુ આવ્યુ. જેમાં ઘનશ્યામનગરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા રોડ-રસ્તા નીચા ઉતારીને લેવલ બનાવવામાં ન આવતા આજની હાલતમાં ઘરના ફળીયા કરતા બજાર ઉંચી છે તો ભુગર્ભ ગટરના પાણી, સિવાય પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેમ નથી. તેમજ ખરાબાના પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી તેનું નિરાકરણ મળતું નથી. હાલ ચાર દિવસે અડધી કલાક પાણી આપવામાં આવી રહે છે. ઘર વપરાશના પાણીનો નિકાલ નાછુટકે ગટરની કુંડીના ઢાંકણ ખોલી બજારમાં કરવો પડે છે. વખતો વખત પ્રસિદ્ધ થતા અહેવાલો, રજુઆતોને નજરે જોવા છતાં અધિકારીઓના પેટમાં પાણી પણ હલતું નથી. લોકોને તંત્ર પરથી વિશ્ર્વાસ ઉડતો જણાય છે.

હાલ ધણી ધોરી વગરના કુંકાવાવ ગામના લોકોનો પ્રશ્ર્ન છે કે, રજુઆત કરવી પણ કોને ? નેતાજીઓ ફકત લોકોના વોટબેંક તરીકે જ ઉપયોગ કરતા હશે ? પ્રજા જીવનના પ્રશ્ર્નોનો કોઈ પ્રત્યુતર લોકોને જણાતો નથી તો બીજીબાજુ પણ સ્વ.વિકાસ કરતા હોવાથી લોકોના કામનો વિકાસ કેમ થાય તેવા આક્ષેપો પણ લોકો લગાવે છે. ગટરના બદબુદાર દુર્ગંધયુકત પાણીથી લોકો પરેશાન બની રહ્યા છે. આગામી સમયમાં હવે લોકોને ન છુટકે આંદોલન કરવુ જ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજીબાજુ અધિકારી પદાધિકારી ઓફિસમાં બેસી કામ ન કરવાના નિયમને વળગી ઓફિસમાં આનંદ કરી રહ્યા છે.

શ્રૈષ્ઠ નેતાગીરીની પણ જબરજસ્ત ખોટ વર્તાય રહી છે. ખરાબ પાણીથી લોકોના આરોગ્ય પર પણ ગંભીર મચ્છરજન્ય રોગ થવાની ધારણાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.