વતન ફરસ્તીઓ માટે ઝોળી છલકાવી દેતા લોકો ‘૪૬ કરોડ રૂ.નું ભંડોળ એકઠું કર્યું
પૂલવામાં આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં ઉભા થયેલ દેશ ભકિત અને સૈનિકોની સહાનુભૂતિના જબ્બર જુવાળ વચ્ચે ૮૦ હજારથી વધુ દેશભકત નાગરીકોએ સૈનિક સહાય નિધીમાં સરકારની ‘ભારત કે વીર’ સહાયનીધીમાં અત્યાર સુધી ૨૦ કરોડ રૂપીયાની રકમ જમા કરાવી છે.
સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ સૈનિકોનાં મોત નિપજાવ્યાના પગલે ‘ભારતકેવીર’ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા એપ્રીલ ૨૦૧૭માં બોલીવુડ એકટર અક્ષયકુમારના સંકલનથી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી એનઆઈસી અને એસબીઆઈના સહયોગથી નાગરીકોને ઉદારદીલે સૈનિકોને સુરક્ષા જવાનોને નાણાંકીય યોગદાન માટેની સગવડતા કરવામાં આવી હતી.‘ભારત કેવીર’ના માધ્યમથી કોઈપણ વ્યકિત ૧૫ લાખ રૂપીયા સુધીનું યોગદાન આપી શકે છે.
પુલવામાં આત્મઘાતી હુમલા બાદ દેશભરમાંથી સૈનિક સહાય માટે જબ્બર લોક જુવાળ ઉભો થયો હતો. અને અત્યાર સુધીમાં કુલ ૪૬ કરોડ રૂપીયાનું ભંડોળ ઉભુ કરીને દેશનાં ૮૦ હજારથી વધુ દેશ ભકતોએ ઉદારતા દાખવી છે.
દેશ કે વીર જવાન અભિયાનમાં સીઆરપીએફ આસામ, રાયફલ, બી.એસ.એફ. સીનગઈ એસ.એફ. ઈન્ડોટીબેટબોર્ડર પોલીસ, એનડીઆરએફ, એમ.એસ બી. સહિતના સુરક્ષાદળમાં કાર્યરત જવાનોને ભારત કે વીર વેબસાઈટ અંતર્ગત મદદરૂપ થવાની વ્યવસ્થાનો દાનવીર દેશપ્રેમીઓએ દીલ ખોલીને સખાવત સાથે લાભ લીધો હતો. હજુ આ દાનનો પ્રવાહ અવિરત ચાલુ છે.