કમાભાઈને આપણે સૌ ઓળખીએ છીએ. ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે… હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. કીર્તિદાનના ડાયરામાં આવ્યા ત્યારથી જ કમો મશહુર થઈ ગયો છે.
સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે. ત્યારે જામનગરમાં આજે ગોકુલ નગર સતવારા સમાજની વાડી તથા કાશી વિશ્વનાથ રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં દિવ્યાંગ બાળકોનો રાસ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાં કમાભાઈએ હાજરી આપી હતી.
રાસોત્સવના કાર્યક્રમમાં કમલેશ ઉર્ફે કમાએ હાજરી આપીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. ત્યારે પબ્લિક અને દિવ્યાંગ બાળકો કમા ને જોવા ઉમટી પડ્યા હતા. જયારે જકાતનાકા થી ગોકૂલનગર સતવારા સમાજ ની વાડી સુધી ભવ્ય રોડ શો પણ યોજાયો હતો.
કીર્તિદાને હાથ પકડતા કમાની બદલી કિસ્મત
કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો..