એફએમસીજી, કિચનવેર, ડોમેસ્ટીક એપ્લાયન્સીસ, ઘરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ સહિતની વસ્તુઓનો ખજાનો
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ટ્રેડ ફેર-૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે. માઈક્રોફાઈન પ્રસ્તુત તથા સીમરન ઈલેકટ્રોનિકસ એન્ડ ફર્નીચરના સહયોગથી યોજાનારા આ ટ્રેડફેર મહાનુભાવોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસજીવીપી સંસ્થાના ધર્મવત્સલદાસજી સ્વામી, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ભાજપ અગ્રણી સુરેન્દ્રસિંહ વાળા સાથે તસવીરમાં થીમ્સ એન્ડ ડ્રિમ્સ ઈવેન્ટના કૃષ્ણસિંહ જાડેજા, હિતેશ દોશી તથા યશપાલસિંહ જાડેજા દર્શાય છે. ટ્રેડ ફેર તા.૨૩ ફેબ્રુઆરી સુધી સાંજે ૩ થી ૧૧ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. આ ફેરમાં ઓર્ગેનીક મોલ તથા પંચામૃત ફુડ ફેસ્ટીવલમાં સાત્વીક વાનગીનો ખજાનો અને એફએમસીજી, કિચનવેર, ડોમેસ્ટીક અટલાયન્સ, ઘરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ, ગીફટ આટિકલ્સ તેમજ હેન્ડલુમ તથા હેન્ડીક્રાફટના પણ સ્ટોલ તથા બીજા ઘણા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ હશે તથા વી કેન ગ્રુપ તથા ટ્રેડફેર ૨૦૨૦ દ્વારા દરરોજ જુદી-જુદી વિવિધ કોમ્પીટીશન જેવી કે મીસ્ટર એન્ડ મીસીસ, દુલ્હન કોમ્પીટીશન, ડાન્સ કોમ્પીટીશન, ફેશન શો, રાજકોન્ટીયન્સ કૂડીસ બહેનો માટે સ્પેશ્યલ આયોજન કરવામાં આવશે.
ટ્રેડ ફેરથી કંપની અને લોકોનું કનેકશન ડાયરેક્ટ થઈ શકે છે: રાકેશભાઈ પરમાર
ઊષા સ્ટોલ માર્કેટીંગ સુપરવાઈઝર રાકેશભાઈ પરમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાસતો ઉત્પાદકોને સારૂ એવું પ્લેટફોર્મ મળ્યું છે. ટ્રેડ ફેરથી લોકો અને કંપનીને કનેક્ટ થવાનો મોકો મળે છે. ખાસ તો ઊષા કંપની દ્વારા સિલાઈ મશીન, ગીઝર, મીક્ષર જેવી અનેક પ્રોડ્કટ આ ફેરમાં મુકવામાં આવી હતી. ખાસ તો લોકોનો ઊષા પર ભરોષો છે,કારણ કે ઊષાની સર્વિસ ઘરે બેઠા આપવામાં આવે છે. ઊષા દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે નવા ફિચર્સવાળું મશીન લાવી રહ્યું છે. જે ઓછા ભાવમાં મળી રહેશે. ખાસ તો લોકો દ્વારા પણ તેઓને સારો પ્રતિસાદ મળ્યો હતો.
છેલ્લા સાત વર્ષથી ટ્રેડ ફેર સાથે જોડાયેલા છીએ: ધર્મેશભાઈ કક્કડ
માઈક્રોફાઈન ઘરઘંટીનાં એરીયા મેનેજર ધર્મેશભાઈ કક્કડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેવો ટ્રેડ ફેરમાં છેલ્લા સાત વર્ષથી જોડાયેલા છે. જેનો પ્રતિસાદ તેમને ખુબ જ સારો મળે છે. ખાસ તો દર વખતે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. માઈક્રોફાઈન એક એવી વસ્તુ છે કે જે પ્રીમીયમ સેગમેન્ટની છે અને તેવો પોતાની પ્રોડક્ટ કસ્ટમરની જરૂરીયાત મુજબ બનાવી વેચાણ કરે છે. તેવોનું વેચાણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં થાય છે. સામાન્ય રીતે ખરીદી પછીની સર્વિસની કેર કરવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત છેલ્લા ૭ વર્ષની જેમ આ વખતે પણ લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો મળ્યો છે.
ગુજરાતની જનતા ગુણવત્તા પ્રેમી છે: અમીત શર્મા
પુષ્પ મસાલાના સિનિયર એરીયા મેનેજર અમીત શર્મા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં તેઓએ પ્રથમ વખત ભાગીદાર બન્યા હતા કારણ કે તેઓની પ્રોડક્ટને લોકો સુધી પહોંચડવાનું તેમને પ્લેટફોર્મ મળે છે. પુષ્પ બ્રાન્ડમાં મરચા પાવડર, હળદર, હીંગ સહિતનાં અનેક મસાલાનું વેચાણ કરવામાં આવે છે અને તેની ગુણવત્તા પણ અન્ય મસાલાથી અલગ છે. ખાસ તો તેમનાં મસાલા બિમના મસાલાથી અલગ પડે છે તેવોનો મુખ્ય ઉદેશ સારી ગુણવત્તાવાળી વસ્તુ પહોંચાડવાનું છે. પુષ્પ બ્રાન્ડ એમ.પી. ઈન્દોરની છે. ૧૯૪૭થી આ કંપની શરૂ કરવામાં આવી છે. ખાસ તો ગુજરાતમાં તેઓ આવ્યા કારણ કે ગુજરાતની જનતા ગુણવત્તા પ્રિય છે, જેથી આ જનતાને ગુણવત્તાવાળા મસાલા મળી રહે તે માટે તેવો ખાસ આવ્યા છે.