ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા રાજપુત સમાજની બહેનો માટે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં ૪૦૦૦થી વધુ બહેનોએ વિવિધ રાસ રજૂ કર્યા હતા.
રાજપુતાણીઓએ રજૂ કરેલા તલવાર રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને રાજપુત સમાજના અનેક આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યો હતો.
પી.ટી. જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો જે રાસોત્સવ છે તે છેલ્લા ૨૦ વર્ષથી અમે રમાડિએ છીએ. ૪ થી ૫ હજાર બહેનો આ રાસોત્સવમાં ભાગ લે છે અને જોવા માટે આવે છે. તલવાર રાસ અહીં રમવાના છે. વર્ષ દરમિયાન અમે અલગ-અલગ ૨૭ કાર્યક્રમો કરીએ છીએ. જેમ કે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, આઈએએસ, આઈપીએસ સ્ટડી સેન્ટર વગેરે પરિવારના માહોલમાં રમી શકે એવું આયોજન અહીં કરવામાં આવ્યું છે. ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા શહેરની તમામ રાજપૂતાણીઓ માટે રાસ-ગરબાનું છેલ્લા ૨૦ વર્ષથી આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય આયોજન થયું હતું. આ રાસોત્સવમાં બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌ કોઇને અચંબીત કર્યા હતા. વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા અલગ-અલગ અનેકવિધ કાર્યક્રમ યોજાય છે.
નવરાત્રી દરમિયાન આયોજીત આ રાસોત્સવ એક અલગ નજરાણું બની રહે છે. આ રાસોત્સવને નીહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે અને ક્ષત્રિયોની ઓળખ એવા તલવાર રાસને નીહાળી લોકો અભિભૂત બને છે.