બગસરામાં વાવાઝોડું આવ્યા પછી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. મોબાઈલ ચાર્જિંગ માટે પણ લોકો ફાફા મારી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી વીજળી ન હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયેલ છે તેમજ પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો પાણી માટે ફાંફા મારે છે.
ઘરે પીવાનું પણ પાણી નથી અને ઘરે ઘરે બેડા લઈ મહિલાઓ તથા પુરુષો એક-બે બેડા પાણી આપો તેવી માંગણી કરી રહ્યા છે તથા વાવાઝોડું આવ્યા પછી છેલ્લા પાંચ દિવસથી મોબાઇલ ટાવરો બંધ હોવાથી લોકો હરેક વસ્તુ ના મોહતાજ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે છતાં નિંભર તંત્ર અને હજી આંખો ઉગડી નથી અને ગોકળ ગતિએ કામ ચાલુ છે હજુ સુધી જેતપુર રોડ પર લાઈટ આવેલ નથી અનેકવાર પીજીવીસીએલ ને લોકો ફોન કરી રહ્યા છે.
અનેકવાર પીજીવીસીએલ ને લોકો ફોન બંધ હોવાથી રૂબરૂ કેવા લોકો ધક્કા ખાઇ રહ્યા છે કરી છતાં પીજીવીસીએલ વાળા એમ કહેવામાં આવે છે કે થઈ જશે થઈ જશે પણ હજુ સુધી લાઈટ આવેલ નથી 2015માં હોનારતમાં યુદ્ધના ધોરણે પીજીવીસીએલ ઓ સ્ટાફ તથા બહારની ટુકડીઓ આવી અને કામ કર્યું હતું અને માત્ર અઢી થી ત્રણ દિવસમાં તમામ જગ્યાએ નવા થાંભલા તથા લાઈટના વીજપોલ વાયરો ફિટ થઈ ગયા હતા અને ઝડપથી લાઈટચાલુ થઈ ગઈ હતી બગસરાના અમુક વિસ્તારોમાં હજુ કચરાના ઢગલા પડ્યા છે અને સાફ-સફાઈ થયેલ નથી આજે છેલ્લા પાંચ દિવસ થયા વાવાઝોડુ અને પણ હજુ સફાય થયેલ નથી અને ચૂંટાયેલા સભ્યો અત્યારે કઈ જગ્યાએ ચાલ્યા ગયા એ લોકો તેઓ લોકોમાં ગણ ઘણાટ સાંભળવા મળ્યો છે.
ચૂંટણી સમયે નગરપાલિકાના સભ્યો મતદારોને આખા દિવસમાં પાંચ પાંચ વાર પગે લાગી લાગીને ના કહેતા કે મને મત આપજો હું તમારું કામ કરે મને કંઈ કામ હોય તો કહેજો પણ હાલમાં આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોવાથી કોઈ ની હજી આંખ ઉઘડતી નથી સુ વાવાઝોડું આવ્યા પછી આ તમામ સભ્યો સૂઈ ગયા છે કે શું? છેલ્લા પાંચ દિવસથી જેતપુર રોડ હુડકો મફતીયા પરા વિસ્તાર આવાસ અમરપરા ખાડિયા સફાઈ કામદાર વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી અને લાઈટની સમસ્યાને લીધે અનેક પરિવારો ચિંતામાં છે આ બાબતે હજી કોઈની આંખ ઉઘડી હોય તેમ લાગતું નથી અને ધીમી ગતિએ કામ ચાલુ હોવાનું લાગી રહ્યું છે આ લોકશાહીમાં નિર્ભરતંત્રમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે જોવાનું રહ્યું.