૮૫ ટકા લોકોને સરકાર પર ભરોસો છતાં લશ્કરી શાસન માટે અડધો-અડધ રાજી
દેશમાં ૮૫ ટકા લોકો સરકાર પર ભરોસો કરે છે. જયારે આશ્ર્ચર્યજનક રીતે અડધો-અડધ લોકો લશ્કરી શાસન પણ ઈચ્છતા હોવાના આંકડા પેવ રીસર્ચ સેન્ટરના સર્વેથી મળ્યા છે. રિપોર્ટ મુજબ ૫૫ ટકા ભારતીયો આપખુદશાહીની તરફેણ કરતા હોવાનું પણ સર્વેના આંકડાથી ફલીત થયું છે.
સંસ્થાએ આ સર્વે વિશ્ર્વના મુખ્ય દેશોના નાગરીકો અને તેમની સરકાર ઉપરના વિશ્ર્વાસ મામલે કરાવ્યો છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે, વિશ્ર્વના મોટાભાગના દેશોના નાગરિકો કોઈ શક્તિશાળી વ્યક્તિને નિરંકુશ સત્તા આપવાની ઈચ્છા રાખે છે. આ પ્રકારના શાસકથી સરકાર સારી રીતે ચાલી શકે તેવો તેમનો મત છે. એશિયા પેસીફીકના ત્રણ દેશોમાંથી ભારતમાં અનેક લોકો એવા છે જેઓ ‘ટેકનોક્રેશી’ એટલે કે, ટેકનીકલ એક્ષપર્ટના માધ્યમથી ચાલતી સરકાર ઈચ્છે છે. આ પ્રકારની સરકાર વિએતનામમાં ૬૭ ટકા, ભારતમાં ૬૫ ટકા જયારે ફિલીપાઈન્સમાં ૬૨ ટકા લોકો ઈચ્છે છે. જયારે ૫૭ ટકા ઓસ્ટ્રેલીયનો માને છે કે, ટેકનોક્રેશી પ્રકારની સરકાર વ્યવસ્થિત સત્તા સંભાળી શકે નહીં.
અભ્યાસના આંકડાનુસાર ૫૩ ટકા ભારતીયો તેમજ ૫૨ ટકા સાઉથ આફ્રિકન દેશના ભવિષ્ય માટે લશ્કર શાસન સા‚ હોવાની તરફેણ કરે છે. જો કે આ પ્રકારની તરફેણ યુવા વર્ગમાં વધુ જયારે વડીલોમાં ઓછી જોવા મળી છે.