વ્યસ્ત જીવન શૈલીમાં લોકો પાસે વ્યાયામ કરવા માટે સમય નથી. ઓફિસમાં દિવસભર બેઠા બેઠા કામ કર્યા બાદ ઘણી પ્રકારની લાઇફ સ્ટાઇલ જનીત બિમારીઓની ચપેટમાં આવવાનું જોખમ વધી જતું હોય છે. આ ઉપરાંત ગરદનમાં દુખાવો, કમરનો દુખાવો, મોટાપો વગેરે વધી જતું હોય છે. આવામાં આજે હું તમને એવા વ્યાયામ વિશે જણાવિશ કે તે તમે ઓફિસમાં બેસીને પણ કરી શકશો.
– પોતાની ખુરશી પર આરામથી બેસો, અને બંને હાથથી ખુરશીના હેન્ડલને ફિટ પકડી શરીરને ઉપરની તરફ લઇ જાવ, છાતીને બહાર કાઢી ખંભાને નમાવો આમ ૩-૫ વખત કરવાથી અને ઉંડો શ્ર્વાસ લેવાથી ફાયદો થાય છે.
– ઉંડો શ્ર્વાસ ખેંચી બંને હાથને ઉપરની તરફ ઉઠાવો. ઉપરની તરફ બંને હાથના પંજાને ભેગા કરી તમારી ડાબી બાજુ નમો. આ પોઝમાં ૫-૮ વાર શ્ર્વાસ લો ત્યાં સુધી થોભો.
– બેઠા-બેઠા પોતાની ડાબી તરફ વળે. પોતાના હાથને ડાબા હાથથી ખુરશીના પાછળના હિસ્સાને પકડી રાખો. આ પોઝમાં ૫-૮ વખત શ્ર્વાસ લેવો.
– પોતાના ડાબા પગને પોતાના જમણાં પગના ઘૂંટણ પર લઇ જાવ. પીઠ સીધી રાખી તેને આગળની તરફ નમાવો, ઓછામાં ઓછી પાંચ વાર શ્ર્વાસ લઇ આ પોઝમાં રહો અને ફરીથી તેને રિપીટ કરો.