Abtak Media Google News
  • રાજ્યમાં સતત વધતા આપઘાત બાબતે મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા દોશીએ આપ્યા મનોવૈજ્ઞાનિક કારણોનો અહેવાલ

મનોવિજ્ઞાનના જ્ઞાન આધારમાં એક ખૂબ શક્તિશાળી સૂત્ર છે. જેઓ આત્મહત્યા કરે છે તેમને મરવાની ઈચ્છા હોતી નથી, તેઓ સંજોગોને સ્વીકારી શકતા નથી અને તેમનાથી દૂર જવાની માનસિકતા સાથે આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. વિદ્યાર્થીઓએ આત્યંતિક પગલું ભરવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. કારણોને મૂળભૂત રીતે પારિવારિક, સામજિક, આર્થિક અને શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે અને તેમાં પણ ઘણા સંજોગો છે, જેના કારણે સમગ્ર સમાજ માટે આવી દુ:ખદ અને આઘાતજનક ઘટનાઓ બને છે. ઘટનાઓ આપણા બધાને ખૂબ ઉત્તેજિત કરે છે અને દુ: પહોંચાડે છે અને તે પણ સૂચવે છે કે હાલની વ્યવસ્થામાં કયાંક ને ક્યાંક સુધારાની જરૂર છે, પરંતુ તેની સાથે પરિવાર અને સમાજ તેમજ માતાપિતા / વાલીઓએ પણ તેમના બાળકો પ્રત્યેની અપેક્ષિત જવાબદારી નિભાવવા માટે ઝડપથી બદલાતા સમય અનુસાર જરૂરી સમજ કેળવવાની જરૂર છે. શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીનું ત્રિપરિમાણીય ચિત્ર પણ સ્પષ્ટ નથી અને એક પેટર્નને અનુસરવાને કારણે તે પણ ઝાંખુ થઈ ગયું છે. આધુનિક સમયમાં જીવન અને માનવીય મૂલ્યોની ઝડપથી બદલાતી ફિલસૂફીને કારણે સમાજમાં નૈતિકતા, સંસ્કારો અને સંસ્કૃતિનું પણ ધોવાણ થયું છે. તેની ખરાબ અસરો આપણને પ્રત્યક્ષ કે આડકતરી રીતે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. માણસ તરીકે આપણામાં ધીરજ, સંવેદનશીલતા, સહનશીલતા, હિંમત જેવા ગુણો પણ ઘટી રહ્યા છે. બાળકોનું મન ખૂબ કોમળ અને શુદ્ધ હોય છે અને તેઓ બધા કારણોસર પેદા થતા દબાણને સહન કરી શકતા નથી અને લાગણીમાં આવીને આવા પગલા ભરે છે કે જેનાથી તેમના પરિવારને જીવનભર ભરાઈ શકાય એવો ધા અને દુ: થાય છે. કુટુંબ સમાજનું પાયાનું એકમ છે બાળકોમાં સામાજિક જવાબદારી કેળવવી કુટુંબની સ્વાભાવિક ફરજ છે. આજીવિકાની ક્ષમતાનો વિકાસ શિક્ષણનો એકમાત્ર હેતુ હોઈ શકતો નથી. શિક્ષણ પ્રણાલીનું હ્રદય વિદ્યાર્થીઓને માનવીય ગુણોથી સંપન્ન કરવાનું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોકાવનારા આંકડા દર્શાવે છે કે ઘણા રાજ્યોમાં હજારો વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. અભ્યાસ બાદ નોંધવું જરૂરી છે કે પુરૂષો કરતા મહિલાઓ દ્વારા આત્મહત્યાના વધુ પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ પુરૂષોનો મૃત્યુદર વધુ છે. આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓમાં મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા તેમના શહેરી સમકક્ષો કરતા વધુ આત્મહત્યા કરે છે. પ્રેમ પ્રકરણના કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પરિવારના સભ્યો સમાજના બદલાવને સ્વીકારવામાં અને બાળકોના જૂના રિવાજો અને પરંપરાઓ વિરુદ્ધ જઈને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે, પરંતુ વ્યક્તિએ સમય પ્રમાણે પોતાનો સ્વભાવ, પરંપરાઓ, નીતિઓ અને વિચાર બદલતા રહેવું જોઈએ. દુનિયા બદલાઈ રહી છે, સતત નવીનવી બાબતો જોવા મળી રહી છે ત્યારે પરિવારના સભ્યોએ પણ વિચારમાં બદલાવ કરવો જોઈએ અને તેમના બાળકોના જીવનને હકારાત્મક ઊંચાઈ પર લઈ જવા માટે ઉચ્ચ કાર્ય કરવાની પ્રેરણા આપવી જોઈએ. તો બાળકો ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકશે. માતાપિતા અને બાળકો વચ્ચે વાતચીતનો અભાવ પણ હતાશા અને આત્મહત્યાનું મુખ્ય કારણ છે. માતાપિતા માટે તેમના બાળકો સાથે નિયમિત વાતચીત કરવી જરૂરી છે. કોઈપણ બાળક જે હતાશ થઈ રહ્યું છે કે આત્મહત્યા કરવા જઈ રહ્યું છે, તેને કોઈ સારો મિત્ર મળે, તો તે આત્મહત્યા કરતા પોતાને રોકી શકે છે. નાનપણથી પરિવારમાં બાળકોની ગેરવાજબી માંગણીઓ સ્વીકારવી જોઈએ નહીં. બાળકોને ના સાંભળવાની ટેવ પાડવી જોઈએ. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ વર્તમાન સમયની ચિંતાનો બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્વાની સંખ્યામાં જે ધીમેધીમે વધારો થયો છે તે ચોક્કસપણે સમાજ અને સરકાર માટે ચિંતાજનક છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા જતા વલણ માટે કોઈ એક કારણ જવાબદાર નથી. કેટલાક કારણો જુદાજુદા કિસ્સાઓમાં સમાન હોઈ શકે છે. તેથી, આત્મહત્યા માટે જે વિવિધ કારણો જવાબદાર છે તેના વિશે જાણીને તેના ઉકેલ માટે પ્રયત્નો કરી શકાય છે. સામાન્ય રીતે, આત્મહત્યા માટે ઘણા અંગત કારણો જવાબદાર છે પણ જવાબદાર વિવિધ કારણોને અંગત, કોટુંબિક, શૈક્ષણિક, સામાજિક, સરકારી / નીતિ અને આર્થિક કારણો હેઠળ રાખી શકાય છે.

 શૈક્ષણિક કારણો

  • (1) અયોગ્ય મેનેજમેન્ટ
  • (2) વિધ્યાર્થીઓ સામે ઓછા શિક્ષકો
  • (3) આદર્શ શિક્ષાનો અભાવ
  • (4) માત્ર પરીક્ષા પર ભાર
  • (5) માત્ર કોર્સ પૂર્ણ કરવા ભણવું
  • (6) ફી સિવાયનું અન્ય આર્થિક ભારણ
  • (7) ગમતા કે અણગમતા બંને વિષયો ભણવા માટે પ્રેશર
  • (8) નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં મોંઘી શાળામાં ભણાવવાની ધેલછા

 સામાજિક કરણો

  • (1) આધુનિકતાના નામે આયોગ્ય વર્તન વિકાસ
  • (2) સત્તા અને પૈસા પ્રત્યે વધુ લગાવ
  • (3) સામાજિક ભેદભાવ
  • (4) સામાજિક ચુસ્ત રૂઢિઓ
  • (5,) અંધશ્રદ્ધા

 વ્યક્તિગત કારણો

  • (1) ઈચ્છિત ધ્યેયની પૂર્તિ થવાને કારેણ નિષ્ફળતાની લાગણી થવી (2) મનોબળ નબળું હોવાથી કોઈની વાતનો તત્કાલ સ્વીકાર
  • (3) વધુ લાડપ્રેમને કારણે ના સાંભળવું અને અતિશય ગરીબીને કારણે નિમ્ન હોવાની લાગણી
  • (4) જાતનું અયોગ્ય મૂલ્યાંકન
  • (5) પૂરતા પ્રયત્ન વિના સફળતા મેળવવાની ઈચ્છા
  • (6) નિષેધક વિચારધારા
  • (7) ઈલેકિટ્રક સાધનોના વ્યસની
  • (8) પ્રેમના સંબંધો

કૌટુંબિક કારણો

  • (1) માતાપિતા બંનેનું નોકરિયાત હોવું
  • (2) માતાપિતા અને બાળક વચ્ચે વાતચીતનો અભાવ
  • (3) બાળકોની યોગ્ય વાતનો પણ અસ્વીકાર
  • (4) વિભકત કુટુંબમાં એકલાપણું અનુભવવું
  • (5) માતાપિતાના પ્રેશરને કારણે પસંદ કરેલ અભ્યાસક્રમ
  • (6) પરિવારમાં સમાયોજનનો અભાવ
  • (7) એક બાળકની બીજા બાળક સાથે તુલના
  • (8) નાની ઉંમરમાં બાળકને શીખવવા માટે ઘરનું વાતાવરણ મળવું (9) બાળકોને સમજાવવાની જગ્યાએ માર મારવો
  • (10) સ્વપ્ન પૂર્ણ કરવાનું માધ્યમ
  • (11) બાળકની દરેક જીદ પૂર્ણ કરવી

વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાના કારણો અને તેને રોકવા માટેના સૂચનો

  • (1) શિક્ષણ અને માનવ સંસાધન વિકાસ રાજય સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ
  • (2) રાજ્યની શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય અને વૈશ્વિક શિક્ષણ નીતિના પરિપ્રક્ષયમાં ભારતીય શિક્ષણ નીતિ પર્યાવરણમાં સુધારવો કરવો. જેમ કે નવી શિક્ષણનીતિમાં ભારતીય શિક્ષણ પર મૂકવામાં આવેલ મહત્ત્વ ખૂબ આવકારદાયક છે.
  • (3) શિક્ષણનો અભ્યાસક્રમ પ્રેકિટકલ અને તાલીમ લક્ષી હોવો જોઈએ, જેથી વિદ્યાર્થીને રોજગારની સમસ્યાઓ ઓછી કરી શકાય. (4) દરેક વર્ગમાં તણાવમુક્ત પરીક્ષા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. બાળકોના સ્વમૂલ્યાંકનની પ્રક્રિયાને લોકપ્રિય બનાવવી જોઈએ.

(5) શાળા અને ઉચ્ચ શિક્ષણમાં, વિષયો, અભ્યાસક્રમોની પસંદગી પહેલા, દરેક વિદ્યાર્થી માટે કાઉન્સેલિંગ કરવામાં આવે તે જરૂરી છે. એપ્ટિટયુડ (અભિયોગ્યતા) ટેસ્ટ ફરજિયાત બનાવવી જોઈએ. પેરેન્ટ ટીચર એસોસીએશન (માતાપિતા શિક્ષક સંગઠન) સંસ્થાઓમાં વધુ મજબૂત અને સક્રિય હોવું જોઈએ. શિક્ષકવિદ્યાર્થીનો ગુણોત્તર વધારવો જોઈએ. (6) શિક્ષકવાલી યોજનાને અસરકારક બનાવી જોઈએ. (7) અભ્યાસક્રમમાં સુધારો કરવો જોઈએ અને ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક વર્ગોમાંથી બિનજરૂરી અભ્યાસક્રમો દૂર કરવા જોઈએ અને શિક્ષણનું ભારણ ઘટાડવું જોઈએ. પ્રાથમિક વર્ગોમાં હોમવર્ક આપવું જોઈએ. દરેક શાળા / કોલેજ / કોચિંગ સ્ટટીટટ્યુટમાં નિયમિતપણે પુરૂષો અને મહિલા સલાહકારોની નિમણુંક કરવી જોઈએ એન વિદ્યાર્થીઓ માટે 24 ડ્ઢ 7 સપોર્ટ સિસ્ટમ /હેલ્પ લાઈન ઉપલબ્ધ રહે. (8) અભ્યાસેતર પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. ખાસ તેમના શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ પર પણ મહત્ત્વ આપવું જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.