જિલ્લામાં કોરોનાના કુલ ૭ કેસ: ઘણા લાંબા સમય સુધી કોરોના મુકત રહેલા જિલ્લા ને બહારથી આવનાર લોકોએ કોરોનાગ્રસ્ત બનાવી દીધો: કવોરેન્ટાઇનનો ચૂસ્ત અમલ જરૂરી
અમરેલી જિલ્લા ને દેશ વિદેશમાં ફેલાયેલ મહામારી કોરોના ના વિકરાળ પંજાથી મુકત રાખવા જિલ્લા કલેકટર અને એસ.પી.એ. કમર કસી હતી અને સમગ્ર જિલ્લામાં ચારે બાજુ ચેકપોસ્ટો ખોલી ગ્રામ્ય વિસ્તરોના માર્ગો ને પણ લોકહિતાર્થ બંધ કરી દેવાયા હતા પરીણામ સ્વરૂપ દેશભરમાં અને ગુજરાત ભરમાં કોરોના વાયરસને ફેલાવો અજગરી ભરડાના રૂપે ફેલાવવા લાગ્યો હતો રાજયના ૩૩ જિલ્લાઓમાં આ વાયરસ ફરી વળ્યો હતો માત્રને માત્ર દસેક દિવસ પહેલા આ એક જ જિલ્લો કોરોના મુકત ત્યાર પછી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનોએ રાજય સરકારમાં આ જિલ્લાના વતની કે જેઓ અમદાવાદ, મુંબઇ અને સુરત સહિતના મોટા નગરોમાં રોજીરોટી રળવા માટે ગયેલા.
આ લોકોને માદરે વતન પહોંચના કરવા એસ.ટી.સહિતથી વ્યવસ્થા કરી આપી હતી. હવે હદનો ત્યારે થઇ છે દેશભરમાં કોરોના એ.પી. સેન્ટર ગણાતા મુંબઇ માંથી પણ ટ્રેઇન મારફતે સાવરકુંડલા રેલ્વે સ્ટેશન સુદત સલવાયેલા. મુશ્કેલીમાં મુકાયેલા લોકોને વતન પહોંચાડવાની શરૂઆત છેલ્લા ચારેક દિવસથી કરી છે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં બે લાખ થી વધુ લોકો ઉપરોકત શહેરોમાંથી આવી ગયા છે અને આવી રહ્યા છે જિલ્લાના તંત્ર દ્વારા કદાચ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા વધુ સંખ્યામાં એટલે કે દોઢ લાખની આસપાસની સંખ્યામાં બહારથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઇન કર્યા છે. હોમ કવોન્ટાઇન થયેલા લોકો ઘરમાં રહે તેવી તાકીદો સરપંચઓના શીરે નાખવામાં આવી છે. પરંતુ જાણકારો જણાવી રહ્યા છે કે જે તે શહેરો કે ગામોમાં હોમ કવોરન્ટાઇન થયેલા લોકો તંત્રની સુચના પાળવાના બદલે જાહેરમાં મન ફાવે ત્યાં ફરી રહ્યા છે. પરીણામ સ્વરૂપે સક્રમણનો ભય આ જિલ્લાની આમ પ્રથમાં દેખાયો વ., જાફરાબાદના ટીંબી ગામે એક હોમિયોપેથિક ડોકટરને ગઇકાલે કોરાના પોઝીટીવ આવ્યો.
આ ડોકટર મુળ રાજુલા વિસ્તારના છે ઘણા સમયથી તબીબી સેવા અર્થે ૨૫ હજારની માનવવસ્તી ધરાવતા ટીલી ગામે સ્થાપી થયા છે. ડો. શૈલેષ ભરતભાઇ વાણીયા ઉ.વ.૪૨ની કોઇ ટ્રાવેલ હીસ્ટી નથી તો તેને કયાથી કોરોના આવ્યો ને અત્યારે તપાસનો વિષય બની ગયો છે. ટીલી ગામની ગ્રામ્ય પ્રજામાં આ એક કેસ આવતા જ હકકંપ મચી ગયો છે. જિલ્લા કલેકટર દ્વારા ગામની રૂબરૂ વિભીટ કરી આરોગ્યની ટીમ ઉતારી દીધી છે. અનેક શેરીઓ સીલ કરી દેવાય છે મેડિકલ સ્ટોર્ચ, કરીયાણા અને શાકભાજી સિવાયના તમામ વેપારો પર પ્રતિબંધ લગાય ગયો છે. તેવું આજે ભાજપના આગેવાન મનુભાઇ વાંઝાએ ટીબીથી જણાવ્યું હતું, મુંબઇ તરફથી ટ્રેઇન મારફત આવતા એક મહિલા અને એક પુરુષ કોરોના પોઝિટીવ આવ્યાના સમાચાર છે.