ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે મેગો પીપલ પરિવાર ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે
નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગો પીપલ પરિવાર દ્વારા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારનાં બાળકો સાથે ‘સ્મિત દિવસ’ તરીકે ઉજવણી કરશે કાર્યક્રમ અંતર્ગત મેગોપીપલ પરિવારના મનીષ રાઠોડ તથા ‚પલ રાઠોડે ‘અબતક મિડિયા હાઉસ’ની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમની માહિતી આપતા તેમણે જણાવ્યું હતુ કે ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોનાં બાળકો ૧૦ કિલોની કેક હાથે કટીંગ કરી કાર્યક્રમની શ‚આત કરશે. બાળકો માટે ડી.જે.વીથ ડાન્સીંગમાં બાળકો મન મૂકીને ડાન્સ કરશે. બાળકો માટે ચકરડી અને જમ્પીંગ જોકર તથા દરેક બાળકને સંસ્થા તરફથી એજયુકેન કીટ પણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અમારી સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી સ્નહીજનોની હુંફ લાગણી અને સહાયની સરવાણી થકી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોને જ્ઞાન અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી ફી એજયુકેશન કલાસ ચલાવી રહ્યા છે. ઉપરાંત ગરીબ અને જ‚રીયાતમંદ વિદ્યાર્થીઓને એજયુકેશન કિટ તથા ગણવેશ સહાય, મહેંદી સ્પર્ધા, સાડી સ્પર્ધા, વાનગી સ્પર્ધા, તથા ડાન્સ કોમ્પીટીશન શ્ર્લોક સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા ઉપરાંત સંસ્થા દ્વારા સમયાંતરે મેડીકલ કેમ્પ, સ્લીપર ચપ્પલ વિતરણ, બાળકો માટે પિકનીક, નાના સમૂહ લગ્નોમાં દિકરીઓને ગીફટ, પદયાત્રીકોને નાસ્તાની કીટ, જેવા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોનાં બાળકોને જ્ઞાન અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી ફ્રી એજયુકેશન કલાસ ચલાવે છે. વધુ માહિતી માટે મો.૯૨૭૬૦૦૭૭૮૬નો સંપર્ક કરવો.