વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન શરૂ થઇ ગયું છે, તો બીજીબાજુ કેટલાક સેન્ટરો પર ઇવીએમ મશીનો બંધ થતા દોડધામ મચી જવા પામી હતી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી, તો વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન મથકમાં મશીન બંધ થયાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ દ્વારા સેન્ટર પર ઇવીએમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન કરવા આવેલા લોકોની લાંબી લાઇનો હતી, જેમાં ઈવીએમ બંધ થતા હાલાકી પડી હતી. તો ઇવીએમ બંધ થતા ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી હતી.