રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પાલિકામાં રજૂઆત
માણાવદર શહેરના તમામે તમામ રસ્તાઓ ખાડામાં ફેરવાઇ ગયા છે રસ્તામાં મોટા મોટા ગાબડાઓ પડવાથી અકસ્માતો વધી રહ્યા છે અને વરસાદી પાણી ભરવાને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે.
આ અંગે માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ભાવિનભાઇ રાઠોડે માણાવદર ની દુર્દશા જોઇને આક્રોશ વ્યક્ત કરી તેમણે પાલિકાને લેખિત રજૂઆતો કરી છે. રાઠોડે જણાવેલ કે માણાવદર ના જાહેર માર્ગો બિસ્માર હોવાથી લોકોને ભારે પરેશાની વહન કરવી પડે છે તેમાય સિનેમા રોડથી મીતડી દરવાજા સુધીનો મુખ્ય રસ્તો તથા રીંગ રોડ માં મોટા મોટા ગાબડાઓ પડેલ હોવાથી નાના મોટા અકસ્માતો થતા રહે છે . પ્રજા પાસેથી વેરાની કડક ઉધરાણી કરતી પાલિકા વિકાસને નામે ચૂપ બેઠી છે પ્રજા પોતાનો પ્રશ્ર્ન લઇને પાલિકા કચેરીએ જાય છે ત્યારે વેરા ભરપાઇની પહોંચ માગવામાં આવે છે પછી જ ફરિયાદ લેવામાં આવે છે સરકાર ના પરિપત્ર મુજબ જે રોડ બનાવવામાં આવે તે કોન્ટ્રાક્ટર પાસે પાંચ વર્ષ ની ગેરંટી લેવાની હોય છે અને રસ્તા માં ખાડા પડેતો કોન્ટ્રાકટરે ફરી રસ્તો બનાવી આપવો પડે છે પણ આ પાલિકા માં સરકાર ના પરિપત્ર ની ઐસીતૈસી કરી ચલાવવામાં આવે છે તો કથિત કોન્ટ્રેક્ટર સામે પગલાં ભરવા રોઠોડે જણાવ્યું છે કોરોના જેવા રોગ સમયે પાણી ભરાયેલા ખાડાઓમાં દવાનો છંટકાવ કરવાની પણ માંગણી કરી છે.