દાખલા મેળવવા નો રેકોર્ડ અરજી કરી વકીલોને રૂ. ૪ હજાર ચુકવવા લોકો મજબુર
જન્મ મરણના મહત્વપૂર્ણ દાખલા પ્રત્યે રજીસ્ટ્રાર ઓફીસ બેદરકારી બતાવી રહી છે જયારે પણ લોકો જન્મ અથવા મરણના દાખલાની નકલ લેવા જાય છે. ત્યારે રજીસ્ટ્રાર ઓફીસમાંથી જવાબ આવે છે કે તમારો કોઇપણ પ્રકારનો રેકોર્ડ છે જ નહી અથવા તો રેકોર્ડ નષ્ટ થઇ ચુકયા છે. તેવો જવાબ આપી લોકોને હાંકી કાઢવામાં આવે છે. આમ છતાં જો કોઇને દાખલાની નકલ જોઇએ તો તેઓ રૂ. ૩ હજાર થી ૪ હજાર વકીલની ફી ભરી સીવીલ કોર્ટમાં નો રેકોર્ડ અરજી કરી મેળવી શકે છે.
જો ગુજરાતમાં આજથી પાંચ વર્ષ પહેલા જ તમામ રેકોર્ડની અન્વીક્ષા માહીતીનો સંગ્રહ કરવામાં આવ્યો હોત તો શહેરીજનોએ આ સમસ્યા વેઠવી પડત નહી. જો કે વર્ષ ૨૦૧૨ ૮ મે ડેપ્યુટી ચીફ રજીસ્ટ્રાર કે.કે.પાંચાલે તમામ નગરપાલિકા, કલેકટરો અને કોર્પોરેશનોને જન્મ તેમજ મરણના દાખલાના રેકોર્ડ રજીસ્ટ્રાર ઓફીસરમાં અન્વીક્ષા સાથે બનાવી રાખવાનું સુચવ્યુઁ હતું અને લોકોને તે રેકોર્ડનો નાશ થઇ ચુકયો છે. જેમ જણાવવાનું કહ્યું હતું જેની તાજેતરમાં જ આરટીઆઇને જાણ થઇ છે આ મામલે પંકજ ભટ્ટ જણાવે છે કે હજારો લોકો વકીલોની ફી ચુકવી શકતા નથી.
ભટ્ટના આધારે નોટીસમાં લખ્યું હતું કે લોકોના રેકોર્ડ નષ્ટ થઇ ચુકયા છે. માટે નવા દાખલા માટે તેમણે અરજી કરવાની રહેશે આ નોટીસ ર ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પાસ કરવામાં આવી હતી જેને ચીફ રજીસ્ટ્રાર જે.પી. ગુપ્તાએ નામ સુધારાના નામે આ નોટીસપાસ કરી દીધી હતી જેથી લોકોને રજીસ્ટ્રાર ઓફીસોના ધકક ખાવા પડી રહ્યા છે.