પડધરી તાલુકાના ખાખડાબેલા ૧ અને ૫ ગામમા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ગામની બજારો માં પણ પાણી ભરાયા હતા અને રસ્તા ધોવાઈ ખાડા પડી ગયા. વરસાદ રહી ગયા બાદ સરપંચે પણ કોઈ પણ રસ્તા ના સમાર કામ મા ધ્યાન આપેલ નથી. જે બજારોમાં પાણી ભરાણા તેમાં જો સરપંચ ટાસ પાથરી આપે તો ગ્રામ લોકો ને આ પરિસ્થિતિ નો સામનો કરવો ન પડે.
ખાખડાબેલા ૧ નંબર ના જે રોડ તૂટી ગયા હોય અને ખાબોચિયા ભરાતા હોય ત્યાં ટાસ પાથરી આપે જેથી નાના છોકરાઓ , સ્ત્રીઓ તથા વૃદ્ધ વડીલોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે. ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા એ મૌખિક રજૂઆત કરી સરપંચને જણાવેલ હતું તો સરપંચે જવાબમાં એવું કીધેલું કે ટા સ પાથરવામાં નહીં આવે. આ રોડ નું આરસીસી કામ કરવાનું છે.
કોઈ પણ રીતે વહેલાસર કામ થાય એવી રજૂઆત ગામ દ્વારા કરવામાં આવી છે. સરપંચે ઉડાઉ જવાબ આપી વાત ને ફંગોળી દીધી હતી. આ વાતની જાણ ટીડીઓ સાહેબ શ્રી ને પણ કરેલ હતી. છતાંય કોઈ વાત સરકારશ્રીએ ધ્યાનમાં લીધેલ નથી . અત્યારે ચોમાસા ની સિઝન માં વરસાદના કારણે જો રોડ પર તાત્કાલિક સમાર કામ થાય એવી ગામ જનોની ગ્રામ પંચાયત અને સરકારશ્રીને વિનંતી કરી છે.