વઢવાણ તાલુકા ના બાળા-રાજપર ના ભંગાર રસ્તાથી બાળા ગામના ગ્રામજનો ને ખુબજ તકલીફ પડી રહી છે.બાળા ગામ ના સુરેન્દ્રનગર ઉધોગ નગર ના કારખાના મા ઘણા બધા કારીગરો કામ પર જાય છે. તેઓને ના છુટકે કોઠારીયા પર થી જવુ પડે છે . કોઠારીયા પર થી ૧૮ થી ૨૦ કિમી જેટલો ફોગટ નો ફેરો ફરવો પડે છે જયારે રાજપર પર થી૧૫ કિમી જેટલુ જ અંતર થાય છે. અને આ રસ્તો ખુબ જ ખરાબ છે.
ગ્રામજનો ના કહેવા મુજબ ઘણા વખત થી રાજપર બાળા નો રોડ મંજુર થઈ ગયો છે પણ તેનુ કામ હજી ચાલુ થયુ નથી. વહેલામા વહેલી તકે આ રોડ નુ કામ શરુ થાય એવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com