લોકો આકર્ષીત થઈ ખરીદે છે મોટી સ્ક્રીન વાળો ફોન અને પોતાની જરૂરીયાતને ભૂલી જાય છે, લોકો મોટામાં મોટી સ્ક્રીન-સાઇઝ ધરાવતો સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા રાખે એ તેમના કામ માટે નહીં, ઇમોશનલ જરૂરતો સંતોષવા માટે હોય છે એવું તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે. ભારતીય મૂળના એક વૈજ્ઞાનિકે કરેલો આ સર્વે કહે છે કે લોકોને મોટી સ્ક્રીનવાળો ફોન માનસીક શાંતી આપે છે તેમ જ ફોનની જે મૂળભૂત જરૂરિયાત હોય છે એ પણ એનાથી સંતોષાય છે.
આ શોધમાં જણાવ્યા પ્રમાણે લોકો લેટેસ્ટ ટેક્નૉલૉજીનો સ્માર્ટફોન ખરીદે એ પાછળ મોટા ભાગે પ્રૅક્ટિકલ નહીં પણ મોટી સ્ક્રીનનું આકર્ષણનું કારણ હોય છે. સ્માર્ટફોનનો વપરાશ ફક્ત વાત કરવા કરતાં બીજા ઘણાંબધાં કારણો માટે થાય છે. ઉપરાંત એ હાથમાં હોય તો અનોખો અને વધુ આર્કષક લાગે છે અને જોનારા લોકો પર ઇમ્પ્રેશન પાડે છે જેને કારણે લોકો વધુ ને વધુ આવા પ્રકારના સ્માર્ટફોન લેવા માટે પ્રેરાય છે. વધુમાં મોટી સાઇઝનો સેલફોન હોય ત્યારે એ ફક્ત વાત અને મેસેજ કરવાના સાધન કરતાં વધુ કામનો એટલે કે બહુહેતુક ટૂલ બની જાય છે.
રિસર્ચ દરમ્યાન વૈજ્ઞાનિકોએ ૧૩૦ યુનિવર્સિટીના વિધાર્થીને રેન્ડમલી બે જુદી-જુદી સાઇઝના ફોન વાપરવા માટે આપ્યા હતા. એક ફોનની સ્ક્રીન-સાઇઝ ૩.૭ ઇંચ હતી, જ્યારે બીજાની ૫.૩ ઇંચ. આ ફોન વાપર્યા બાદ સ્ટુડન્ટ્સને તેમનો અનુભવ પૂછવામાં આવ્યો હતો અને તેમણે મોટા ફોન વાપરવાના અનુભવને મોટી સ્ક્રીનના ટીવી જોવાના અનુભવ સાથે સરખાવ્યો હતો. એના પરથી સાબિત થયું હતું કે મોટી સ્ક્રીનનો ફોન લોકોને ઇમોશનલી સારો અનુભવ આપે છે, પછી ભલે ફોનની મૂળભૂત જરૂરિયાત નાની સ્ક્રીનવાળો સેલફોન પણ સંતોષી શકતો હોય પરતું તે મોટી સ્ક્રીન થી આકર્ષીત થઈને વધુ રકમ ચૂકવે છે અને કામ એક સરખું જ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com